હું કરું છું
શ્વાસની આ દોરને ખેંચ્યા હું કરું છું
ઈશને ખુદ દૂર તો ઠેલ્યા હું કરું છું
કોઇ તરફી માહિતીઓ ક્યાં હતી બહુ
સમજણી અતિસે બની બોલ્યા હું કરું છું
છીછરા ધાવો મને સ્પર્શતા નથી તો
રોજ એથી ખુદને છોલ્યા હું કરું છું
હું નથી શાયર કહી દો તો ખુદાને
શાયરીઓ એમ છંતા લખ્યા હું કરું છું
એક મીઠી ડાળ જીવનમાં મળી છે
આસરો તેના થકી, જીવ્યા હું કરું છું
પ્રો. સુનિતા બી. કંઝારિયા, એ.વી.ડી.એસ.આર્ટ્સ અને કોમર્સ કૉલેજ જામજોધપુર મો. ૯૯૧૩૧ ૫૮૯૫૧