ઋણાનુબંધ
સાગર સવારે સરિતાને મોટેથી બુમો પાડે છે. રસોડામાં ચા બનાવતી સરિતા તરત જ બહાર આવે છે. આવીને જુએ છે તો સાગર ખુરશીમાં બેસીને છાપું વાંચતો હોય છે. તે જોઈને સરિતા સાગર પર ગુસ્સે થાય છે.
ચા નથી પીવી કે શું ?
આમ બુમો શુ પાડો છો?
સરિતાનો ગુસ્સો જોઈને સાગર તેને પોતાની પાસે બેસાડે છે, પછી જાતે જ રસોડામાં જઈને બે કપમાં ચા રેડી લાવે છે અને એક કપ સરિતાને આપે છે. સરિતાને આશ્ચર્ય થાય છે. કે આજે આટલો બધો બદલાવ સાગરમાં ક્યાંથી આવ્યો ? જે વિચારોમાં સરિતા ખોવાઈ જાય છે. તે સાગરને કહે છે, મહાશય આટલા બધા મહેરબાન શા માટે થાવ છો? જાતે પાણી પણ પીતા નથી ને આજે મને ચા લાવી આપો છો ! આના જવાબમાં માત્ર સાગર એક મીઠી સ્માઈલ કરે છે.
આજે ઓફિસે જવાની ઉતાવળ નથી? ના, સરિતા આજે રજા રાખેલ છે. તે છાપામાં વાંચ્યું? એક ઘટના કેવી બની છે. સરિતા કહે છે. સવારે મારે છાપું વાંચવાનો સમય જ નથી રહેતો સાંજે વાંચીશ. પણ તમે જ કહો ને આજે છાપામાં શું સમાચાર છે? સાગર કહે છે. સરિતા સમય કેટલો બદલાતો જાય છે. ના, સાગર માણસોના મન બદલાય છે સમય તો એ જ છે. જે પહેલા પણ હતો. પણ આજે કેમ આવું કહો છો? છાપામાં કંઈ આવ્યું છે? ત્યારે સાગર સરિતાને વાત કરે છે. સાબરમતી રીવર ફ્રન્ટ પર સંધ્યા સમયે એક નવજાત બાળક કોઈ મૂકી ગયું છે. પોલીસને સાંજે કોઈએ ફોન કરીને જાણ કરેલી. આટલુ સંભાળતા સરિતા મોન થઈ ગઈ. તેનો ચહેરો ગમગીન બની ગયો. ખુરશી માંથી ઉભી થઈને સાગર પાસે જઈને ઉભી રહે છે. સાગરનો હાથ પોતાના હાથમાં લે છે. પોતાની બંને આંખો બંધ કરી દે છે. ત્યારે સાગર પણ કંઈ બોલી શકતો નથી. થોડો સમય પછી સરિતા કહે છે સાગર. ત્યારે સાગર હમ... માં જવાબ આપે છે. સાગર કહે છે સરિતા તે બાળક કોનું હશે? સરિતા શામે પશ્ન કરે છે હવે તેની સંભાળ કોણ લેશે? સાગર અને સરિતા એક બીજાની સામે જોવે છે. સરિતા કહે છે સાગર આપણે જ તેને રાખીએ તો? હા, ચાલ હું પોલીસ સ્ટેશને ફોન કરું છું. સાગર અને સરિતા બંને પોલીસ સ્ટેશને જાય છે. રાઠોડ સાહેબ પી.આઈ.ને સાગર અને સરિતા મળે છે. સાહેબ તેમને આવકારો આપી ચા-પાણીનું પૂછે છે. પી.આઈ.ની ઓફીસમાં જ ઘોડીયામાં નાનું બાળક સુતુ હતું. ગોરો રંગ, ગોળ ચહેરો અને નવું જ સ્ટોપ પહેરેલું છે. નક્કી તે પી.આઈ. સાહેબે જ પહેરાવ્યું હશે. રાઠોડ સાહેબ સાથે સાગર બાળકને પોતાના ઘરે રાખવાની વાત કરે છે. આથી રાઠોડ સાહેબ ખુશ થઈ આભાર વ્યક્ત કરે છે.
તેનું નામ ધારા રાખે છે. કારણ કે તે સાબરમતી પર મળી આવેલી હતી. સરિતા ધારાને હેતથી ઉછેરવા લાગે છે. સમાજમાં ખબર પડતા કેટલાક તેમની મશ્કરી કરવા લાગે છે. કેટલાક ઘરોએ તેને સ્વીકારી લીધી, થોડો સમય હો હા થઈ પછી બધી વાતનો જેમ અંત હોય છે તેમ આ વાતનો પણ અંત આવી ગયો. ધારા મોટી થતી ગઈ તેમ-તેમ તેની ફરમાઈશ પણ પૂરી થતી ગઈ સાગર-સરિતા તેને ક્યારેય ઓછું ન આવવા દે. જે જોઈએ તે હાજર કરી દે. આટલી બધી સુખ-સુવિધા હોવા છતાં ધારાનો સ્વભાવ શાંત અને સરળ હતો. દશમાં ધોરણમાં ધારાને ૮૫% આવ્યા છતાં તેણે ધોરણ બાર આટ્સના વિષયો રાખ્યા અને તેમાં ૯૦% સાથે શાળામાં પહેલાં નંબરે આવી, સારી કોલેજમાં એડમિશન પણ મળી ગયું. તે હવે સમજણી થઈ હતી. સાગર અને સરિતાએ પણ કયારેય તને એ વાત ન જણાવી કે તે પોતાનું બાળક નથી.
ધારામાં સરિતાના સંસ્કાર અને શાલીનતા ઉતર્યા હતા. તે ખુબ જ રૂપાળી લાગતી હતી તેને સરિતાની જેમ તૈયાર થવાનો ભારે શોખ હતો. કોલેજમાં જઈને તેને જાણે ગમતું આકાશ મળી ગયું. તે રોજ નવા-નવા કપડા પહેરીને જાય. તેના પપ્પાના પણ ગુણો તેનામાં ઉતર્યા હતા. તે ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતી. મહાવિદ્યાલયમાં ઉચ્ચતમ્ ગુણ લાવી પાસ થઈ હતી. કોલેજમાં તેના ઘણા મિત્રો બન્યાં હતા. તેનો મળતાવડા સ્વભાવને કારણે તે શિક્ષકો અને મિત્રોમાં પ્રિય હતી. કોલેજમાં સાત મિત્રોનું ગ્રુપ હતું. તેમાં ચાર છોકરી અને ત્રણ છોકરા. તેમાં હોશિયાર અને મસ્તીખોર પણ હતા. માટે કોલેજમાં તેમને દરેક ઓળખાતા હતા.
તેઓ ખૂબ ધમાલ કરે, સાથે ભણે, લેક્ચરમાં પણ બંક ન મારે, પરીક્ષા વખતે સાથે ગ્રંથાલયમાં વાંચે, સાથે ફરવા જાય. મયંક, રોહન અને મોહિત ભણવામાં હોશિયાર સાથે ક્રિકેટ મેંચ હોય ત્યારે પણ સાથે જ હોય અને બીના, ધારા, કિરણ, મીના તેમનો ઉત્સાહ વધારવા સાથે હોય છે. આમ ત્રણ વર્ષ પુરા થઈ ગયા. વાર્ષિક પરીક્ષામાં દરેક સારા માર્ક્સ સાથે પાસ થયા. મયંક અને રોહન શહેરની બહાર ભણવા ગયા. મોહિત પિતાના ધંધામાં મદદ કરવા લાગ્યો. ધારાએ હવે આગળ અભ્યાસ કરવાનુ માંડી વાળ્યું હતું. બીનાનો એક દિવસ ધારા પર ફોન આવે છે. બીનાના લગ્ન કોઈ વિદેશ સ્થિત છોકરા સાથે નક્કી થયા છે. તેની ખબર મળતા ધારા એના ઘરે જાય છે. ત્યાર પછી બંને લગ્નની ખરીદી, દોડધામ સાથે કરે છે. એક દિવસ ધારાને છોડી બીના સાસરે વિદાય થાય છે.
હવે લગ્નના થોડા દિવસો પછી બીનાના ફોન આવતા પણ ઓછા થઈ જાય છે. ધારા હવે એકલતા અનુભવે છે. તે IASની તૈયારી કરવાનું વિચારે છે. તેની ઈચ્છા તે પપ્પા સમક્ષ વ્યક્ત કરે છે. દિકરીની વાતો સાંભળી એના પપ્પા ખુબ જ ખુશ થઈ જાય છે. ધારા હોસ્ટેલમાં જાય છે. ત્યાં રહીને તે ખૂબ મહેનત કરે છે. આખરે ધારાની મહેનત રંગ લાવે છે. ફાઈનલ પરીક્ષાનું રીઝલ્ટ આવે છે. તેમાં ધારા પાસ થઈ હોય છે. સમાચાર પત્રમાં ધારાનો ફોટો આવે છે. સાગર-સરિતા બંને ખૂબ ખુશ થઈ જાય છે. તેમને ધારા પર ગર્વ થાય છે. સમાજમાં પણ ધારાની વાહ વાહ ફેલાય છે.
ધારા હોસ્ટેલમાંથી ઘરે આવે છે ત્યારે સાગર એક મોટી પાર્ટીનું આયોજન કરે છે. દરેક સગા સંબંધીઓ તેમાં હાજર રહે છે. સાગર અને સરિતાની પણ વાહ વાહ થાય છે. સાંજ પાડતા તે બધા વિખરાય જાય છે. રાતે સાગર એકલો પડે છે ત્યારે તેને વિચાર આવે છે કે આ એ જ ધારા છે જે તેમને મળી આવી હતી. શું પોતાનું લોહી હોય તો જ તેમાં પોતાના સંસ્કાર ઉતરે? કે પછી માત્રને માત્ર ઋણાનુબંધ છે એની સાથે. પછી વિચારોમાંથી બહાર નીકળીને સરિતાને સાદ પડે છે એક કપ ચા લાવજે. ત્યાં ધારા ચા લઈને આવે છે.
આજે પહેલીવાર ધારાને ચા લાવેલી જોઈને સાગરને આશ્ચર્ય થાય છે ત્યાં સરિતા પાછળ આવીને કહે છે. આજે તમારી લાડલીએ જિદ કરીને ચા બનાવી છે. કેવી છે? તેનો ટેસ્ટ કરો. સાગર ચા પીવે છે ત્યાં તેનું મોં હસી પડે છે. સરિતા જેવી જ અદલ ચા ધારાએ બનાવી હોય છે. ધારાને પાસે બેસાડીને સાગર અને સરિતા તેને લગ્નની વાત કરે છે. સરિતા ધારાની મનની વાત જાણવા માટે કહે છે. ધારા તારી નજરમાં કોઈ સારો છોકરો છે? ત્યારે સાગર કહે છે બાકી મે મારા મિત્રનો દિકરો પ્રિન્સ તારા માટે પસંદ કર્યો છે. એમ તો તારી મુલાકાત ઘણી વાર થઈ હશે, છતાં તારે તેની સાથે વાત કરવી હોય તો આપણે તેને કહીએ. ધારા કોઈ જવાબ આપતી નથી. તે ઘણી વાર પ્રિન્સને મળી ચુકી છે. તે સ્વભાવે સારો છોકરો છે. દેખાવે પણ સારો. બે દિવસ પછી સરિતા ધારાને પૂછે છે ત્યારે તે કહે છે. મારે આ ઘર મૂકીને નથી જવું. ત્યારે સરિતાને થાય છે હવે શું થશે? અને ધારા પ્રિન્સ સાથે સીધી જ ફોનમાં વાત કરીને તેની ઈચ્છા મમ્મી-પપ્પા સાથે રહેવાની છે જણાવી દે છે. પ્રિન્સને પણ તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. તેમનો પણ પ્રેમ મને મળશે. એનાથી રૂડું શું હોઈ શકે? આ બધું જ જોઈને સાગર અને સરિતાની આંખોમાં આંસુ આવી જાય છે. ઈશ્વરે કોઈ આગલા જન્મનું ઋણાનુબંધ બંધાયું હતું. સરિતા ધારાને ભેટી પડે છે. આખરે લોકો ખોટા પડ્યા લોહીનો સંબંધ કરતાં પણ એક ઊંચો સંબંધ છે. જેને ઋણાનુબંધ પણ કહેવાય છે. ધારાના લગ્નમાં બીના તો એક મહિના પહેલા જ આવી જાય છે. તેના મિત્રો પણ હાજર થઈ જાય છે. રિટાયર્ડ રાઠોડ સાહેબ પણ આવે છે.
મયુરીબેન ભગુભાઈ હળપતિ, એમ.આર.ડી. આર્ટસ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ-ચીખલી. જિ.નવસારી.મો:- ૭૦૪૬૧૭૦૯૭૩ ઈમેલ: mayurih31@gmail.com, mayurihalpati@yahoo.com