હિન્દી બાળસાહિત્યમાં પ્રાણ પૂરનાર ડૉ. હરિકૃષ્ણ દેવસરેનું સ્થાન મોખરે છે. હિન્દી બાળસાહિત્યમાં સૌપ્રથમ સંશોધનની પદવી પ્રાપ્ત કરી હોય તો તે ડૉ. હરિકૃષ્ણ દેવસરે છે. તેમણે બાળસાહિત્યને લગતા ૩૦૦ જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેના કારણે તેમને વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. ડૉ. હરિકૃષ્ણ દેવસરેએ ધારાવાહિક, ટેલીફીલ્મો અને વિજ્ઞાન આધારિત કેટલીક વાર્તાઓ રચી આપી છે. ૧૯૬૦ માં તેમણે અકાશવાણીમાં પોતાના જીવનના પ્રથમ પગથીયાની શરૂઆત કરી હતી. જેમાં તેમણે વિવિધ કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ કર્યું હતું.
ડૉ. હરિકૃષ્ણ દેવસરે જે કૃતિઓ રચી છે તેમાંની ઘણી ખરી કૃતિઓમાં માણસની જગ્યાએ જંગલના જાનવરો ને મુકી ને સારો સંદેશ આપે છે. તેમની એવી જ એક કૃતિ www.ગાઢ જંગલ.કોમ આ એક બાળનવલકથા છે. જેમાં આધુનિક યુગમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. તેનાથી બધા પર કેવી અસર થઈ રહી છે તેની વાત રજુ કરી આપી છે.
આ ગાઢ જંગલ પોતાની વિશાળતા માટે જાણીતું હતું .આ જંગલમાં જવા માટે શિકારી પણ ડરતા હતા કારણ કે આ જંગલ નો રસ્તા ભૂલભુલૈયા જેવા હતા . ઘણા વર્ષો પહેલા અમુક શિકારીયો જંગલમાં આવવાની કોશિશ કરી હતી પણ તે પછા ફરી શક્યા નહોતા. આ જંગલ વિશે ઘણા લોકોએ ઘણી વાર્તાઓ બનાવી લીધી હતી. વનવિભાગ એવું કહે છે કે આ જંગલ બહુ જ ગાઢ છે તેમાં રસ્તા ભૂલવાની બીક રહેતી હોય છે કેમકે ક્યાં ઝાડ પરથી કયું પ્રાણી કુદકો મારી લે તેની કોઈ ખબર નથી .આ જંગલમાં વનવિભાગ વાળાએ એક રસ્તો બનાવ્યો હતો તેના પરથી લાકડા ભરેલી ટ્રકો આવતી જતી હતી. આ જંગલમાં માફિયા જગ્ગન નામના ડાકુનો ત્રાસ હતો. જે ટ્રકવાળા પાસેથી પૈસા વસુલ કરતો હતો. આ જંગલમાં બિહારી નામનો એક વાંદરો પણ રહેતો હતો.
જંગલમાં થોડા સમય પહેલા એક વિચિત્ર ઘટના બની હતી. બિહારી વાંદરો ઘણા દિવસોથી દેખાતો ન હતો. જયારે અચાનક તે આવ્યો ત્યારે વાંદરાએ કહ્યું કે "હું શહેરમાં કમ્પ્યુટર શીખવા ગયો હતો અને મે એક વેબસાઈટ પણ ખોલી છે" પછી તે બધાને ગુફામાં લઈ જાય છે જ્યાં તેને કમ્પ્યુટર રાખ્યું હતું ત્યાં જંગલના રાજા સિહ તેને પૂછે છે કે "બિહારી જંગલના જાનવરોને આનો શો ફાયદો થશે ?"
બિહારી વાંદરો કહે છે કે આ આધુનિકયુગ નો ચમત્કાર છે. જે આજકાલ કમ્પ્યુટર દ્વારા સારી દુનિયા એકબીજા સાથે જોડાય છે અને આપણા જંગલમાં કેટલા પશુ - પક્ષી , પ્રાણીઓ છે એ બધાની જાણકારી મારી દુનિયાથી બધાને ખબર પડશે પછી સિહ કહે છે કે તે તો બહુ મોટી ભૂલ કરી નાખી તે બધાને મોતના મુખ માં નાખી દીધા. સિહે ગુસ્સેથી કહ્યું કે અત્યાર સુધી કોઈ શિકારીની જંગલમાં આવવાની હિંમત ન હતી.
બિહારી વાંદરો કહે છે કે "હુજુર એવું ક્યારેય નહિ થાય કેમકે જે કોઈને માહિતી જોઈતી હશે તે મારી વેબસાઈટ પર આવશે તેમાં મેં મારું 'ઈ-મેઈલ' 'બંદરબિહારી@હોટમેલ.કોમ' આપેલું છે અને હું કોઈ દિવસ કોઈને એ માહિતી નહિ આપું કે કયું આ પ્રાણી ક્યાં રહે છે અને તેમના સુધી પહોચવાનો રસ્તો કયો છે" પછી બિહારી વાંદરો જંગલના જાનવરોને કમ્પ્યુટરનો ખેલ બતાવીને તે મનોરંજન કરે છે .
આ જંગલની આજુબાજુ ઘણા ગામ હતા. એમાં અનુપમગંજ નામનું એક મોટું શહેર હતું . અહીના નેતા મુખ્તારસિહ ઘણા પ્રભાવશાળી હતા. જે ઘણા વર્ષોથી એમ.એલ.એ તરીકે ચુંટાઈ આવતા હતા. આ જંગલમાં માફિયા જગ્ગન નામના ડાકુ ઘણા લોકોને હેરાન કરતો હતો.એમાં પોલીસ હોય કે ટ્રક ડ્રાઈવરની પણ હત્યા કરેલ છે. એક વખત એમ.એલ.એ ની ચુંટણીમાં માફિયા જગ્ગન ઉભા રહે છે અને તેમની સામે મુખ્તારસિહ ઉભા રહે છે અને પછી મુખ્તારસિહ ચુનાવમાં જીતી જાય છે.
માફિયા જગ્ગન ડાકુ ચુનાવમાં હારી જાય છે. અને મુખ્તારસિહ માટે જગ્ગનના મનમાં ઘણું ઝેર ભરેલું હતું . તેણે એક સવારે એવી વાત ફેલાવી કે જગ્ગનના આદમિયો મુખ્તારસિહનું અપહરણ કર્યું છે. ગામના બધા લોકો ડરી ગયા હતા આ સાંભળી ને કારણ કે માફિયા જગ્ગન મુખ્તારસિહનું ખૂન કરી ના દે એવી બીક હતી. તે પગલું ભરે એ પહેલા આપણે એમને છોડાવવા પડશે પછી બધા વિચારવા લાગ્યા કે એમને કેવી રીતે છોડાવવા એવું વિચારવા લાગ્યા.
માફિયા જગ્ગને મુખ્તારસિહને જંગલની એક એવી ગુફામાં રાખ્યા હતા. જ્યાં કોઈ જઈ શકે તેમ ન હતું. મુખ્તારસિહને છોડાવવા માટે પોલીસ અધિકારીયોએ મીટીગ કરી હતી જેમાં કમિશનરનો દશ વર્ષનો રાજુ નામનો છોકરો દોડતો હાંફતો આવે છે અને કહે છે "પપ્પા મેં ઈન્ટરનેટ નવી વેબસાઈટ ખોલેલી જોઈ જેનું નામ છે www.ગાઢ જંગલ. કોમ જેનાથી આપણે જંગલની કોઈ પણ માહિતી મળી શકે તેમ છે."
આ વેબસાઈટ થોડી કોઈ વાંદરા ખોલી શકે એવો વિચાર બધાને આવે છે. તો પણ પોલીસ વેબસાઈટ દ્વારા વાંદરાના મદદ થી મુખ્તારસિહ ને છોડાવે છે અને માફિયા જગ્ગન અને તેના માણસોને પોલીસ પકડીલે છે. આ વેબસાઈટની મદદથી જગ્ગનનો અંત આવે છે અને પોલીસ અધિકારીઓ દ્વારા આ વેબસાઈટને પુરસ્કાર આપવાની જાહેરાત કરી એને લીધે બિહારી વાંદરાની ઉત્સુકતા વધી.
એજ દિવસથી બિહારી વાંદરાએ ગુફાની બહાર બોર્ડ લગાવ્યું કે અહિયાં કમ્પ્યુટર સેન્ટર ખોલ્યું છે. એ બોર્ડની નીચે લખ્યું હતું કે રજીસ્ટ્રેશન ચાલુ છે. જેના લીધે લાંબી લાઈન થઇ ગઈ હતી. જેમાં સૌથી વધારે બાળકો અને યુવા પશુ-પક્ષીઓ હતા.
આ કમ્પ્યુટર સેન્ટર ખોલ્યા પછી માસ્ટર ગર્દભનાથ અને પ્રોફેસર સીતારામ પોપટની સ્કુલ બંધ થઇ ગઈ હતી. કારણકે બિહારી વાંદરાએ અત્યારની ટેકનોલોજી થી મોબાઈલ અને કમ્પ્યુટર દ્વારા જંગલના જાનવરોને શિક્ષણ આપવાનું ચાલુ કર્યું હતું. જેનાથી તેમના પર આવતી મુશ્કેલીઓ થી બચી શકે છે. જેના લીધે જંગલના સિંહને પણ ઘણા દિવસ સુધી તેનો શિકાર મળતો નથી એટલે એને જંગલમાં વ્રુધ્ધોની એક બેઠક કરી જેમાં બધાજ દુખી હતા તેમાં ચિત્તો ઉભો થઇ ને કહે છે કે "તમે બધા તો ઘરડા થઇ ગયા છો, તમે તમારી જીંદગી જીવી લીધી છે હવે તમારા છોકરાઓ ને તેમની રીતે જીવવા દો, એમના પર ખોટો ભાર શું કરવા આપો છો. આજે કમ્પ્યુટરે આખી દુનિયા બદલી નાખી છે."
જંગલમાં બધાજ પ્રાણીઓએ પોતાની આદત બદલી નાખી હતી. તેમાં એક ખોખલ શિયાળ હતું જે સિંહ ના સહારેજ જીવતું હતું સિંહનો શિકાર બંધ થતા તેનો પણ ખોરાક બંધ થઇ જાય છે. આ શિયાળનો છોકરો જયકાલ, જે તેનો બાપ લાવી આપે તેના પર જીવતો હતો. જયકાલને બધા જી.કે. નામથી ઓળખતા હોય છે. જી.કે.ને ઘણા દિવસથી ખાવાનું ન મળતા તે તેનો બાપ ખોખલ શિયાળ પર ગુસ્સે થાય છે, ત્યારે ખોખલ શિયાળ જી.કે.ને કહે છે કે "તું જે બિહારી વાંદરા જોડે કમ્પ્યુટર શીખવા જાય છે તેના લીધેજ આપનું ખાવાનું બંધ થયું છે તેથી તે આપણો દુશ્મન છે. આપડે તેને સબક શીખવાડવો જ પડશે, નહીતર આપણે બધા જલ્દી મૃત્યુ પામીશું." ત્યારથી જી.કે. એ બિહારી વાંદરાને સબક શિખવાડવાનું નક્કી કરી નાખ્યું.
જી.કે. બીજા દિવસથી બધાથી છુપાઈ-છુપાઈને શહેર જાય છે. કાળું નામનો વાંદરો તેને શહેર જતા જોઈ જાય છે જેની જાણ તે બિહારી વાંદરાને વાત કરે છે. જી.કે. જયારે શહેર થી પાછો ફરે છે ત્યારે કાળું તેને રોકે છે અને પૂછ-પરછ કરે છે જેથી જી.કે. ગભરાઈ જાય છે.
જી.કે. બીજા દિવસે બી.બી.સી.સી. ના ક્લાસમાં આવે છે ત્યારે ચાલાક સિક્યુરીટી ગાર્ડ વાંદરાઓએ તેને રોકી તેની તપાસ કરતા તેમને ફ્લોપી મળે છે. ફ્લોપી એટલે એક કમ્પ્યુટર માંથી બીજા કમ્પ્યુટરમાં ડેટાની અદલાબદલી કરવાની ચીપ. બિહારી વાંદરાને કાળું વાંદરા અને ચીકુ સસલાની મારફતે જાણ થાય છે કે તેમાં 'બ્લેક કૈટ' નામનો વાઇરસ છે તેનાથી બધા કમ્પ્યુટર બંધ થઈ જશે. તેથી બિહારીના સિકયુરીટીએ જી.કે.ને ઘણો માર માર્યો અને તેના કારણે જી.કે. તેની ગુફામાંથી ઘણા દિવસ સુધી બહાર નીકળતો નથી.
થોડા દિવસ પછી જી.કે ફરી શહેરમાં જાય છે ત્યાં તે એક દુકાન પર ‘મલિક સાઈબર કૈફે’ બોર્ડ વચે છે. ત્યાં જઈ ને તે ઈડલી, વડા સંભાર નો ઓર્ડર આપે છે આ સાંભળી કૈફેનો માલિક તેને કહે છે કે અહી આ બધું નથી મળતું આતો ઈન્ટરનેટની દુનિયા છે જેનાથી દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે વાતચિત થઇ શકે. આ સાંભળી જી.કે. ના મગજ માં પણ એક વિચાર આવે છે.
તે જંગલ માં આવી તેના બાપ ખોખલ શિયાળ જોડે 'સાઈબર કૈફે' ખોલવાની વાત કરે છે. તેમાં ખોખલ શિયાળ કહે છે કે "તેના માટે તો તારે કમ્પ્યુટર ની જરુર પડશે." જી.કે. તેને કહે છે "આપડે તે થોડું કમાયા પછી લાવીશું." અને જી.કે જંગલ માં ‘જી.કે સાઈબર કૈફે’ નામનું કૈફે ખોલે છે જેમાં તે ઈડલી, સંભાર વડા મળે છે. જે સારું ચાલવા માંડે છે. અચાનક એક દિવસ તેની બાજુમાં રહેતા ઉંદરનો પરિવાર ત્યાં આવી ચડે છે અને તેમાં થોડા ઉંદર ગરમ સંભારમાં પડતા તે મૃત્યુ પામે છે, જેની ખબર કોઈને હોતી નથી. સાંજે આજ સંભાર જંગલ ના પ્રાણીઓને પીરસવામાં આવે છે. અને બીજા જ દિવસે ઘણા પ્રાણીઓ બીમાર પડે છે અને ઘણા મૃત્યુ પણ પામે છે. આ સંભાળતાજ સિંહ, ચિત્તો, હાથી, રીંછ, વરુ કૈફે ને ઘેરી લે છે અને એમ માને છે કે જી.કે.એ બધાને ઝેરવાળું ખવળાવ્યું છે. ત્યાં સુધીમાંતો જી.કે. ફરાર થઇ ગયો હોય છે.
બિહારી વાંદરો જંગલના જાનવરોને કમ્પ્યુટર દ્વારા બીજા દેશના લોકો સાથે કેવી રીતે દોસ્તી કરવી તે શીખવે છે. એક ઘરડું ઝુમરુ રીંછ એ સાંભળીને શોક થઈ જાય છે. એનો છોકરો કહે છે કે "મેં રુસની જવાન છોકરી સાથે દોસ્તી કરી લીધી છે. તે લગ્ન કરવા પણ તૈયાર છે" તો બીજી બાજુ આ સાંભળીને વૃધ્ધપેઢીને ઘણી બધી તકલીફો હતી. એમાં ચીચું ઉંદર એવું કહે છે કે "બિહારી વાંદરાને કારણે મારા પરિવારના ૧૨ લોકોના મૃત્યુ થયા છે."
એક દિવસ ઉંદર બિહારી કમ્પ્યુટર સેન્ટરમાં જાય છે અને ત્યાં બેઠેલ સસલું ,હરણ બીજા ઘણા પ્રાણીઓ માઉસ વિશે વાત કરે છે અને તે ઉંદર સાંભળી રહ્યો હોય છે. પછી તે કમ્પ્યુટર ચલાવવાના માઉસ સાથે વાત કરે છે અને કહે કે આપડે તો એક્જાતિનાં ને.., તો મારી મદદ કરોને માઉસ ના પાડતા તે ગુસ્સે થઇ જાય છે. માઉસ કહે છે "તમે ગુસ્સે ના થાવ હું તમારી મદદ કરીશ." પછી તે કહે છે કે "તમે કમ્પ્યુટરની પાછળની બાજુ જે સ્વીચ છે તે ચાલુ કરીને મારી પૂછડી કાપી નાખજો" તેવું કરવાનું કહે છે, ચીચું ઉંદર તેવું કરવા જતા તેને કરંટ આવે છે અને તેનું મૃત્યુ થાય છે.
અચાનક એક દિવસ જંગલમાં પાંચ હાથીઓના મૃત્યુના સમાચાર મળે છે. જંગલના રસ્તાઓની આજ સુધી કોઈને ખબર પણ નહોતી. બિહારી વાંદરો જાણતો હતો કે તેની વેબસાઈટ પર દેશ-વિદેશના લોકોની નજર હતી. એ વિચારે છે આ કોઈ જંગલના જાનવરે જ શિકારીની મદદ કરી હશે. પછી જંગલનો રાજા સિંહ અને બીજા જાનવરો બિહારી વાંદરા પાસે આવીને કહે છે કે આ તારી વેબસાઈટનું પરિણામ છે. પણ બિહારી વાંદરો ખુદ મૂંઝવણમાં છે અને આ કોને કર્યું હશે તે વિચારે છે. બિહારી વાંદરો બધાને કહે છે મારી વેબસાઈટ પર જે લોકોએ માહિતી માગી હતી તે મેં કોઈને આપી નથી. બધા જાનવરો કહે છે કે તો પછી વધારે નુકસાન થાય એ પેહલા આપણે એ વિશ્વાસઘાતીને પકડી લેવો જોઈએ.
બિહારી વાંદરો વિચારતો હોય છે ત્યાં પપલુ સસલું કૂદતું કૂદતું આવે છે અને કહે છે કે "મેં ઈન્ટરનેટ પર અજીબ પ્રકારના નામવાળી વેબસાઈટ ખોલેલી જોઈ જેનું નામ છે 'www.લકીઆજ.જેજી.કોમ'" બિહારી વાંદરો એ ખોલે છે તો એમાં લખ્યું છે કે રાત્રે 1 થી ૩ માં ખુલશે પછી બિહારી વાંદરો આ વેબસાઈટ પાછળથી વાંચે છે તો એનો અર્થ થાય છે જયકાલ. આનો અર્થ કે આ બધું જયકાલનું જ ષડ્યંત્ર છે. બિહારી વાંદરો રાત્રે આ વેબસાઈટ ખોલે છે. એની વેબસાઈટ પર કયું જાનવર ક્યાં રહે છે તેની બધી જ જાણકારી હતી.
બિહારી વાંદરાને એવું હતું કે પૂરી જાણકારી મળે પછી બધાને કહીશ. બીજા જ દિવસે બિહારી વાંદરો બે-ત્રણ દિવસ માટે શહેરમાં જાય છે. જંગલના જાનવરો તેના ગયા પછી ગભરાતા હતા ગમે ત્યારે શિકારી આવે અને કોને મારી નાખશે એની કોઈને ખબર નથી. ત્રીજા દિવસે બિહારી વાંદરો પાછો આવે છે. શહેરમાંથી તે પાસવર્ડ ડીટેકટર લઈને આવે છે. જેનાથી બીજાની મુકેલી માહિતી આપણે ડીટેકટ કરી શકાય. જેની મદદથી તે જી.કે.ની બધી માહિતી ઉલટ-પલટ કરીને તેની વેબસાઈટ હાઇજેક કરી દે છે.
બિહારી વાંદરો જયકાલને કહે છે કે જરૂરી સામાન જોઈએ છે એમ કહીને તેને ફસાવે છે અને બીજા દિવસે રાત્રે 1 વાગે કાલીનદીએ મળીએ એવી વાત કરી હતી. પછી બીજા દિવસે જી.કે તેની ગુફામાંથી નીકળે છે. આજુબાજુમાં નજર નાખે છે પણ કોઈ હોતું નથી. કાલી નદીએ પોહચે છે ત્યાં એક ઝાડ પરથી વાંદરો કુદકો મારે છે અને તેને જોઇને જી.કે ગભરાઈ જાય છે. થોડી જ વારમાં સિહ, હાથી, ચિતો બધા જ જાનવરો આવે છે. હાથી જી.કે.ને કચડવા જાય છે ને ત્યાં ખોખલ શિયાળ આવે છે અને કહે છે કે એને ના મારશો. પછી સિહ કહે છે કે છોડી દો હવેથી જંગલમાં દેખાવો જોઈએ નહી. બિહારીએ પોલીસને સુચના આપીને જી.કે. ની વેબસાઈટ બંધ કરાવી દીધી હતી.
આ બધું થયા પછી ગાઢજંગલની સુરક્ષા-વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. શીકારીઓની હરકતો ને રોકવા માટે જંગલમાં ઠેર ઠેર કેમેરા લગાવ્યા હતા અને બધી જગ્યાએ કમ્પ્યુટર પણ લાગ્વ્યા પણ હતા. શેરસિહ ઈન્ટરનેટ દ્વારા બીજા દેશોની મદદથી અભયારણ્ય બનાવ્યું હતું. એક દિવસ અચાનક જંગલ માં લાઈટ જતી રહે છે. બિહારી રેડ એલર્ટ ઘોષણા કરે છે. પછી તે લાઈટ સપ્લાય કેન્દ્રમાં જાય છે ત્યારે લાઈટ કેન્દ્રના રક્ષક લાલમન રીંછની હત્યા કરવામાં આવી હતી એની સાથે સાથે એક હાથી અને ચિત્તા જેવું હિંસક પ્રાણીની પણ હત્યા કરવામાં આવી હતી. આ કામ શીકારીઓનું જ છે.
શેરસિહ અને બિહારી વાંદરો વિચારે છે કે આ કામ તો જયકાલનું જ છે. પોલીસ કમિશ્નર ચિત્તાને જાણ કરે છે પછી બિહારી કહે છે જયકાલ કેમેરામાં કેદ થઈ ગયો છે જેમાં તે શીકારીઓની આગળ હસતો હસતો જાય છે અને જયકાલે બીજા ત્રણ ગુના કર્યા છે તો તેને સજા મળવી જોઈએ. જયકાલને હજી ફાંસી આપવાની તારીખ નક્કી નથી કરી એટલે તે જેલમાં છે તો બીજી બાજુ જયકાલનો બાપ ચિંતિત હતો પછી તે જયકાલનો મોટો ભાઈ મૈકાલ ને આ બધી વાતની જાણ કરે છે. મૈકાલ એક સાક્ષાત રાક્ષસ છે જે ચંદનવનમાં માફિયા ચુપ્પનનો ડાભો હાથ છે. તે ગાઢજંગલની બહાર રહીને જયકાલને છોડાવવાની યોજના બનાવી દીધી હતી.
ગાઢ જંગલમાં એક જેલનો જેલર થુથનસિહ જંગલી ભૂંડ હતો તેનાથી કોઈ કેદી બચી શકે તેમ ન હતું. એક દિવસ રાત્રે રોજની જેમ બધા પોતાનું કાર્ય કરતા હતા. થુથનસિહ થોડીવાર માટે સુઈ જાય છે ત્યાં તો જેલમાંથી અવાજ આવે છે કે જયકાલ ભાગી ગયો તેની પાછળ થુથનસિહ જાય છે અને તેને મારી નાખે છે પછી ખબર પડે છે કે આતો જયકાલ ન હતો. બીજી બાજુથી મૈકાલ આવીને જયકાલને લઇ જાય છે. આ બધું થયા પછી ચિત્તાને કહે છે કે કઈ વાંધો નહી પોલીસ કમિશ્નરને જયકાલ ના મળવાથી તેણે જાહેર કરી દીધું કે તે પલાયન થઇ ગયો છે. તેણે સિપાઈઓને કહી રાખ્યું હતું કે જયારે પણ સામે આવે તો ગોળી મારી દેજો.
જયકાલ શાંત બેસે એમ નથી એક દિવસ એને જંગલની બહાર જામવંત રીંછ મળે છે અને કહે છે કે જ્યોતિષનું કામ ચાલુ કરી દો એમાં જે પણ પૈસા આવશે તે આપણે બન્ને અડધા કરી લઈશું. જામવંત રીંછ તેની ગુફાની બહાર એક બોર્ડ લગાવે છે જેમાં જામવંત જ્યોતિષ લખેલ હતું પછી જંગલના બધા જાનવરો આવે કોઈકની ભવિષ્યવાણી સાચી પડે છે. એમ થોડા દિવસ સુધી ચાલે છે. એક દિવસ જામવંત જ્યોતિષ હાથીઓને કહે છે કે દેવીમાં મારા સપનામાં આવ્યા હતા જે કહેતા હતા છે ગાઢજંગલની સીમાએ શેરડીનું એક ખેતર છે જ્યાં તમારા પરિવાર જમી શકે તેટલુ છે પછી તે જતા રહે છે. આ બધી વાત હાથી ચિત્તાને કહે છે પછી ચિત્તો વિચારે છે કે દેવીમાતાએ કેમ હાથીઓને આવી ને ના કહ્યું પછી તેને થાય છે કે આ બધી ચાલ તો જયકાલની જ છે. ચિત્તો પોતાના સિપાઈઓને ત્યાં ગોઠવી દે છે. બીજી બાજુથી શીકારીઓ ને આવતા જોઇને બધા એલર્ટ થઈ જાય છે.
એક વાંદરાએ જોયું કે જંગલમાં શીકારીયો બંદૂકો લઈને ઘુસ્યા છે. આ બધી જાણ વાંદરો ચિત્તાને કહે છે પછી સિપાઈઓ શિકારીઓ પર પાછળથી વાર કરે છે. થોડા ઘણા શિકારીઓ ભાગી જાય છે અને થોડી વારમાં હાથી તેમના પરિવારને લઈને આવે છે પણ ત્યાં તો કોઈ ખેતર હતું જ નહિ એટલે હાથીભાઈ ગુસ્સે થઈને જામવંત રીંછ પાસે જાય છે તેનું બધું ઊથલ-પાથલ કરી દે છે પછી જ્યોતિષની ભવિષ્યવાણી પર કોઈ વિશ્વાસ કરતુ નથી. એજ દિવસે બધા જાનવરો ટીવી પર વાઘ જેવા હિંસક પ્રાણીમાં ૨૫ જણના મૃત્યુ થયા છે એવા સમાચાર સાભળીને સિહ ચિંતામાં આવી જાય છે પછી તે બિહારી વાંદરા જોડે જાય છે. બિહારી વાંદરો દેશ-વિદેશના પ્રાણીઓ વિશેની માહિતી આપે છે અને કહે છે કે આવી જ રીતે બધા પ્રાણીઓ મૃત્યુ પામશે તો પ્રાણીઓનું કોઈ નામોનિશાન નહિ રહે એટલે દેશ-વિદેશના પ્રાણીઓનો પણ આપણા જંગલમાં સમાવેશ કરી લો. તો સિહ કહે છે એવું કેવી રીતે થશે. બિહારી કહે છે કે ઈન્ટરનેટની મદદથી આફ્રિકા, મલેશિયા ,ચીન, અમેરિકા આ બધા દેશના વાઘે પોતાના મંતવ્યો બતાવ્યા હતા. જેમાંથી સિહને એમરિકાનો મંતવ્ય થોડા ઘણા અંશે પસંદ પડે છે. તેમાં વાઘ કહે છે કે ટેસ્ટટ્યુબ દ્વારા વાઘની આખી જાતિ ઉત્ત્પન્ન કરી શકાય છે એ જાણ્યા બાદ સિહને એ પણ પસંદ પડતું નથી. સિહ ગુસ્સે થઈને કહે છે કે ક્લોનિગવાળા સિહ ઉત્ત્પન્ન કરી ભારતના સિહોની બરબાદી હું નથી ચાહતો.
એક દિવસ બિહારી વાંદરો કમ્પ્યુટર કેન્દ્ર પર કામ કરતો હોય છે ત્યારે એક મદદરૂપ વાંદરી 'ઈ-મેલ' મોકલે છે. એમાં લખ્યું છે કે જંગલમાં જૈવિકસાધનો બનાવવાની યોજના ચાલી રહી છે. પછી બિહારીએ આ બધી જાણ કમિશ્નર ચિત્તાને કરે છે. તેમણે ઈન્ટરપોલ કમિશ્નર જોન બુલ કૂતરાને ફોન કરીને કહ્યું. આ કૂતરાએ લંડનમાં સ્કોટભેડ યાર્ડ ખુફિયામાં કામ કરી ચુક્યા હતા. એમને જંગલમાં થઇ રહેલા કોભાંડ વિશે જણાવી દે છે. પછી જંગલના બધા પ્રાણીઓને સાવધાન કરી દેવામાં આવે છે. ચિત્તાએ તેના સિપાઈઓને બોલાવીને બધાને કામ સોપી દીધું હતું. એ જ દિવસે રાત્રે ખોખલ શિયાળના પરિવારને કેદ કરી દે છે અને સાથે બીજા નાના મોટા શિયાળને પણ કેદ કરી લે છે મૈકાલ સ્વાર્થી હતો જે આતંકવાદી માટે પોતાના ભાઈ અને પિતાની પણ કુરબાની આપી દે તેવો રાક્ષસ છે.
મૈકાલ જયકાલને કહે છે કે જૈવિક હથિયારોની બોટલ લઈને જવાનું છે કારણ કે તારી પાસે જંગલની પૂરી જાણકારી છે એટલા માટે આ બોટલ એવી જગ્યાએ રાખવાની છે જ્યાં જંગલના પ્રાણીઓ વધારે હોય ત્યાં. તારા શરીર પર બોમ પણ લગાડવામાં આવશે. જે તારે ખતરો જોઇને બટન દબાવવાનું છે. જયકાલ આ સાંભળીને આવું ના કરશો ભાઈ પણ મૈકાલ માને એમ નથી. બીજા દિવસે સવારે જયકાલને બોમ્બવાળુ જેકેટ પેહારવી અને જૈવિક હથિયારોની બોટલ અને તેના માણસોને સાથે મોકલે છે. જયકાલ રસ્તામાં જતા જતા વિચારે છે કે જંગલના લોકો સાથે હું નાનપણથી જ મોટો થયો છું. એ લોકોને કેવી રીતે મારી શકુ. પછી તે પોતાની જાતને ધિક્કારે છે. જયકાલ જંગલની સરહદે પહોચે છે અને ત્યાં જઈને એક ગુફામાં ગુસી જાય છે અને ત્યાં જઈને જેકેટ કાઢી નાખે છે. જૈવિક બોટલ પણ દુર જઈને સંતાડી દે છે. જયકાલ આ બધી જાણ બિહારી વાંદરાને કરે છે ત્યાંથી જયકાલને ચિત્તો આવીને લઈ જાય છે.
જયકાલને શેરસિહ પાસે લઈ જવામાં આવે છે અને શેરસિહ કહે છે. ગાઢ જંગલના માથા પરથી આંતકી ખતરો નષ્ટ થઈ ગયો હતો. જયકાલનો સ્વભાવ સારો થઈ ગયો હતો તે ઉન્નતિના કામમાં રચ્યો પચ્યો થઈ ગયો હતો. ગાઢ જંગલના સૂચનામંત્રી બનાવી દીધો હતો. જયકાલે પોતાનું એક રેડિયો સ્ટેશન પણ ચાલુ કર્યું હતું અને સાથે સાથે ટેલિવિઝન કેન્દ્ર પણ ચાલુ કર્યું હતું. જયકાલ વિશ્વ વન્યપ્રાણી સંરક્ષણની સંસ્થાઓને કહે છે કે જે પ્રાણીઓને તમે કેદ કરી રાખ્યા છે એમને છોડી ને આમારા ગાઢ જંગલમાં મોકલી દો એવું રેડિયો, ટેલિવિઝન, ચેનલો અને અખબારોમાં પણ છપાવી દે છે. આ બધું જોઈને મૈકાલ વિચારે છે કે જયકાલ જીવે છે જયકાલ આમ બધા દેશો સાથે વાત કરતો હતો. જયકાલને 'ઈ-મેલ' પર એક પત્ર આવે છે. એમાં લખ્યું છે કે ટેલિવિઝન ચેનલ રેડસ્ટાર પર તમારું ઈન્ટરવ્યું લેવા માંગીએ છીએ તો તેની અનુમતિ આપો. આ બધી વાત જયકાલ બિહારી વાંદરાને અને ચિત્તાને કહે છે.
બિહારી વાંદરો ઈન્ટરનેટ પર જોતો હોય છે ત્યાં એને એક સમાચાર જોયા કે તેમાં અમેરિકાના એક નેતાની હત્યા ઈન્ટરવ્યું લેવા આવેલ માણસો દ્વારા કરવામાં આવી હતી. બિહારી આ બધુ વાંચ્યા પછી સતર્ક થઈ જાય છે પછી જયકાલનું ઈન્ટરવ્યું લેવા આવવાના છે એમની બધી જ વ્યવસ્થા એક ગુફામાં કરી દે છે જેમાં ત્રણ અલેશિયન કૂતરા અને એક શિયાળ હતું. એક બાજુ જયકાલ અને બીજી બાજુ કુતરાઓ અને શિયાળ બેઠા હોય છે. જેમાંથી એક કુતરો ઊભો થઈને જયકાલ પાસે માઇક છે તે સરખું કરવા જાય છે અને બટન દબાવે છે અને વિસ્ફોટ થાય છે. બીજી બાજુ જયકાલ ચિંતિત છે કે ઈન્ટરવ્યું વાળા કેમ આવ્યા નથી. તો પાછુ મૈકાલ બીજી બાજુ એવું જાહેર કરે છે કે જયકાલનું મૃત્યુ થઇ ગયું છે. આ સાંભળીને જંગલના બધા પ્રાણીઓ નિરાશ થઈ જાય છે. થોડી વાર પછી જાણવા મળે છે કે જયકાલ જીવિત છે તો બધા ખુશ થઈ જાય છે જયકાલને બિહારી વાંદરો બધી વાત કરે છે કે આ બધુ મૈકાલે કર્યું છે પછી જયકાલ મૈકાલને કહે છે કે હિંસાનો રસ્તો છોડી દે હવે. અને પછી જયકાલ દુનિયાના બધા દેશોનો આભાર માને છે કે સર્કસ પશુ કલાકારોને ગાઢ જંગલમાં મોકલવા માટે અને એમનો કાર્યક્રમ થોડા જ સમયમાં રેડીયો અને ટીવી પર દેખી અને જોઈ શકશો આ ચૈનલો વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગઈ હતી.
રીપોટર સંગીતા હરણના શબ્દોમાં હું અત્યારે બબ્બર સિહ અને સિહણની સાથે નાહરગઢ વન્યપ્રાણી શરળસ્થળીમાં ઊભી છું. આ બંનેને વીજળીના કરંટ દ્વારા સર્કસ કરવા માટે તૈયાર કર્યા છે. આગ વાળી રીંગમાંથી બહાર નીકળવું, ફૂટબોલ રમવાનું આ બધું કરાવે છે. અને ઘણું બધું કમાય છે. માર મારીને ખાઈને કમજોર પડી ગયા હતા. આ ગામમાં કોઈપણ દિવસ લોકોએ સિહ અને સિહણને છુટા જોયા ન હતા. આ સિહ અને સિહણને પછી આઝાદ કરવામાં આવે છે પણ તેમને એ રીતે જીવતા વાર લાગતે એના કારણે એ શિકાર કરવાનું પણ ભૂલી ગયા હશે. ગાઢ જંગલમાં બધા એમની સાથે હળીભળી જાય છે. હવે સરકારને એવું નિવેદન કરવામાં આવ્યું છે કે સર્કસ માટે જે પશુ પ્રાણીઓને કેદ કરવામાં આવ્યા છે એમને મુક્ત કરી દો.
ગાઢ જગલમાં એક દિવસ બિહારી વાંદરાની ગુફાની બહાર કરોળિયા આવે છે. બિહારી વાંદરો બહાર આવીને પૂછે છે કે કેમ આવ્યા છો ત્યારે રાની કરોળિયો કહે છે કે કોને પૂછી ને વેબસાઈટ ખોલી છે? તો બિહારી કહે છે કે આ વેબસાઈટ તો બધા ખોલે છે એમાં નવું કઈ નથી. દુનિયાભરના બધા જ લોકો આ વેબસાઈટ ખોલે છે રાની કરોળિયો કહે છે કે મારે તમારા લોકો પર કેસ કરવો છે તો બિહારી તેમની મદદ કરે છે બિહારી કરોળિયાને બધા દેશો સાથે વાત કરાવે છે. વેબ એટલે કરોળિયાનું જાળું. કરોળિયો કહે છે કે દુનિયાના બધા લોકો આપણી અનુમતિ વગર વેબસાઈટ ખોલી છે. પછી રાની કરોળિયાએ સ્વીત્ઝર્લેન્ડના જીનીવા શહેરમાં સંમેલન કર્યું અને પછી દુનિયાના જેટલા લોકોએ આ વેબસાઈટ ખોલી હતી તે લોકો પાસે ન્યાયાધીશ દ્વારા 1 હજાર કરોડ ડોલરનો દંડ કરવામાં આવે છે પછી બધા જ દેશના કરોળિયા રાની કરોળિયાનો આભાર માને છે.
સિહણ સિહને કહે છે કઈ સાભળ્યું તમે માણસ હવે પોતાના જેવા બીજા માણસો બનાવે છે.હા સિહ સિહણને કહે છે આપણી જાતિ રીંછ ,હાથી ,આ બધાને ક્લોનિગ દ્વારા ઉત્તપન્ન કરવામાં આવે તો તે બહુ જ ગંભીર વાત છે.સિહ કહે છે બીજા દેશના લોકો પણ આ બાબતે ચિંતિત છે.જોઈએ કઈંક વિચાર કરીએ તો થોડી વારમાં બિહારી વાંદરાનો ફોન આવે છે અને કહે છે કે તમારા માટે એક આમંત્રણ આવ્યું છે જે ક્લોનિગ દ્વારા પ્રાણીઓ ઉત્તપન્ન કરવામાં આવે છે તે બાબતે બધા જ દેશના પ્રાણીઓ ચિંતિત છે એટલે કાલે પાંચ વાગે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાત કરવામાં આવશે.સિહ પૂછે આ શું છે વળી બિહારી કહે છે કે આપણી સામે એક પડદો હોય અને કેમેરો હોય છે જેમાં બીજા દેશના લોકો આપણને જોઈ અને સાંભળી શકીએ એવી રીતે આપણે પણ જોઈ અને સાંભળી શકીએ.
ક્લોનિગ વિશે સાંભળીને જંગલના પ્રાણીઓ ઘણા ચિતિત હોય છે. અને બધા જ પ્રાણીઓ ટીવી સામે બેસી જાય છે ત્યારે સિહ કહે છે મારું મોં જોઈને બધા ડરી તો નઈ જાયને.પાંચ વાગતા જ વિડીયો કોન્ફરન્સ ચાલુ થઈ જાય છે.લંડનની સોનેરી વાળવાળી સોની શિયાળ વાત કરે છે કે દેશમાં ક્લોનિગ વિશેની જે ચર્ચા થાય છે તેના વિશે તમારે શું કહેવું છે તો શેરસિહ કહે છે કે આ તો ધર્મ વિરુધ્ધ છે.માણસને માણસ બનાવવો એ આપણા હાથમાં નથી એ તો ભગવાનના હાથમાં હોય છે. પછી તે બીજા બધા દેશના લોકો સાથે વાત કરે છે એ બધા પણ ધર્મ વિરુધ્ધ જ વાત કરે છે.અમેરિકામાં આ ક્લોનિગને ખરાબ માનવામાં નથી આવતું કારણ કે એનાથી કોઈના માં-બાપ ,ભાઈ ,બહેન ની ઉણપ પૂરી કરી શકાય છે.ક્લોનિગ દ્વારા બનાવેલ બાળકને માં પ્રેમ આપી શકશે ખરા આ બધા પ્રશ્નોના કારણે ક્લોનિગનો પ્રયોગ રોકવામાં આવ્યો હતો.
સોની શિયાળ કહે છે કે ફ્રાન્સમાં પહેલું શિશુ ક્લોનિગ દ્વારા વૈજ્ઞાનિકે ઉત્ત્પન્ન કર્યું હતું.એવું એક પત્રમાં લખ્યું છે કે માણસનો જન્મ ક્લોનિગ દ્વારા જ થયો છે તો સિહ ગર્જના કરીને કહે છે કે પેહલા ઈંડું આવ્યું કે મરઘી ?ત્યાં સોની શિયાળે ચર્ચા સમાપ્ત કરતા કહ્યું કે તમારા બધાની અપીલને ધ્યાને રાખીને રાષ્ટ્રના અધ્યક્ષને મોકલવામાં આવશે અને ક્લોનિગ ઉપર રોક લગાડવા માટે કડક કાનૂન બનાવવામાં આવે એવી વાત રજૂ કરીશું.પછી બધાનો આભાર માને છે અને સિહ બહાર નીકળે છે પછી સિહણ કહે છે કે તમે તો દુનિયાને બતાવી જ દીધું કે તમે શેર નહિ પણ સવાશેર છો આ સાભળીને બધા પ્રાણીઓ ખુશ થઈ જાય છે .
આ રીતે ગાઢ જંગલ ની વેબસાઈટ, ટીવી ચેનલ, બિહારી કમ્પ્યુટર સેન્ટર વગેરે જંગલ ની પ્રતિષ્ઠા વધારી દીધી હતી. આ જંગલએ વિશ્વનું મોડલ જંગલ બનવા જઈ રહ્યું હતું. આ બધું કરવા પાછળ નો શ્રેય બિહારી વાંદરાને જાય છે.
આ કૃતિ પરથી આપણને બોઘ મળે છે કે આધુનિક યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે જેના કારણે આપણા ઘણા કામ સરળ અને ઝડપી થઈ રહ્યા છે સાથે સાથે આપણેને એટલું નુકશાન કારક પણ છે. જેના કારણે આપણે પરિવાર સાથે બેસીને સમય ગાળવાનું પણ ભૂલી ગયા છીએ.
સંદર્ભ:
ગુર્જર પલક અરવિંદભાઈ, એમ.ફીલ, ગુજરાતી વિભાગ. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર. મો: ૯૮૨૪૯૧૮૧૦૧, ઈ-મેલ: palakprajapati777@gmail.com