"જીત્યા“ અમે ઇડરિયો ગ રે આનંદ ભયો;
અમે દિકરો પરણાવીને ઉઠ્યા રે આનંદ ભયો...”
‘ધ્વનિ ઓરકેસ્ટ્રા’ની બહેનો એકબાજુ મોટેમોટેથી ગીતો ગાતી હતી. હવે લગ્નની મોટાભાગની રસમો પૂરી થઈ ગઈ હતી. બંને પક્ષના વડીલો, સગા-સંબંધીઓ આશીર્વાદ આપવા અને લગ્નમાં હાજર રહ્યા છે તેવા પ્રમાણપત્ર લેવા જાણે મંડપમાં આવી વર-કન્યા સાથે ફોટો પડાવતાં હતાં. ઉમંગ અને સરિતાએ તાજા પ્રભુતામાં પગલા માંડ્યા હતાં. ફોટો પડાવતી વખતે તેઓ વધુ નજીક આવતા હતાં ને હું વધુને વધુ દૂર ફંગોળાતો જતો હતો. ફોટા પાડતાં તથા વિડિયોશુંટીંગ કરતાં હું વારંવાર ‘સ્માઇલ-સ્માઇલ’ બોલતો હતો. ફોટો પડાવનાર બધાં જાણે કે કૃત્રિમ સ્માઇલ આપતાં; ઉમંગ પણ સ્માઇલ આપતો પણ સરિતાનું સ્માઇલ વિલાઇ ગયું હતું. તેના સ્માઇલની કૃત્રિમતા મને વધુ સ્પષ્ટ દેખાતી હતી, તો ફોટા પાડતાં કે વિડીયોશુંટીંગ કરતાં મારી આંખોમાંથી છાના છપનાં પડી જતાં આંસુ કૅમેરાની આડશેય સરિતાએ જોઈ લીધા હતાં!
કૅમેરા લગ્નનું લાઇવ શુંટીંગ કરતાં હતાં. તો બીજી તરફ પાંચ-પાંચ વર્ષથી આંખોની ફ્લૅશથી મનમાં પડેલા ઉમંગ અને સરિતાનો ફોટો સ્મૃતિનાં સહારે વારંવાર પ્રગટ થઈ અદ્રશ્ય થતાં જતાં હતાં. આથી જ ઉમંગ તરફથી આમંત્રિત મને વિડિયો શુંટીંગ કરતાં કરતાં કૅમેરાના ભાર કરતાં સરિતાથી છૂટા પડવાનો થાક કે ભાર વધુ લાગતો હતો. ઘડીકવાર તો મન, ચિત્ત, સ્મૃતિ છાપ જેવા શબ્દો ઉપર ગુસ્સો આવવા લાગ્યો. ઘડીકએમ પણ થયું કે મને કોઈ સ્મૃતિધ્વંશનો શાપ આપે તો કેવું સારુ! બસ, વર્તમાનમાં જ રહેવાનું... વળી પાછુ થતું સ્મૃતિ તો છે જે વર્તમાનમાં જીવતા શિખવાડે છે પણ મારા માટે સ્મૃતિ શાપિત આત્માની જેમ પીડા આપતી હતી. ઉમંગ-સરિતાના લગ્ન નક્કી થયા ત્યારે તો હળવાશથી મારાથી સ્વીકારાઈ ગયેલું પણ જેમ જેમ લગ્ન નજીક આવતાં ગયા ને મારા જ નસીબે ઉમંગના કહેવાથી ને આગ્રહથી ફોટો તથા વિડિયો શુંટીંગ કરવાનું આવતાં વધું અસહ્ય બન્યું હતું. લગ્નની દરેક વિધિમાં મારાથી જાણ્યે-અજાણ્યે ઉમંગની જગ્યાએ હું ગોઠવાઈ જતો હતો. ઉમંગ, સરિતા અને મેં પાંચ-પાંચ વર્ષ જે અસંખ્ય પળો વિતાવી તે છેલ્લા બે દિવસથી તાજી થઈ જતાં મન અને કૅમેરા એકબીજાથી જુદા જ ચાલતાં હતાં. મન સ્મૃતિના જોરે વર્તમાનના વાસ્તવને પણ બદલી નાખતો હતો... કેવી છે આ સ્મૃતિઓ...
કડી-કલોલ-અડાલજથી અમદાવાદ તરફ જતી એસ.ટી. બસો જાણે વિદ્યાર્થીઓ નહીં પણ રંગબેરંગી પતંગિયા લઈને આવતી ને આશ્રમરોડની ભિન્ન ભિન્ન કૉલેજોમાં ઉડતાં મૂક્તી. આવી જ અમદાવાદની શ્રી કે.કે.પરીખ આર્ટ્સ કૉલેજમાં મેં પણ પ્રવેશ લઈ પગ મૂક્યો, સ્કૂલ ડ્રેસમાંથી મુક્ત થયેલાં બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ ચારે બાજુ ઉડાઉડ કરતા હતાં. ધીરે ધીરે કૉલેજ પછી વર્ગ ને પછી પાટલી સુધી પહોંચતા એકબીજાની ઓળખ વધવાં લાગી. વળી બસમાં અપ-ડાઉન કરતાં એક જ રૂટનાં મિત્રોના ગૃપ બનવા લાગ્યા. ઓળખાણો વધવાં લાગી. હું કડી, ઉમંગ કલોલ ને સરિતા અડાલજથી બસમાં ચડે પછી તો બસ માંથે લેવાની જ્યાં સુધી કૉલેજનું બસસ્ટોપ ન આવે.
સૌ સૌએ પોતપોતાની પસંદગીના મિત્રો બનાવી દિધેલાં. બસ તેમના વર્તૂળમાં પછી તો આખો આશ્રમરોડ, સિનેમાગૃહ, આસપાસની જાણીતી રેસ્ટોરન્ટ, લાઇબ્રેરી, શૉપીંગમૉલ વગેરેમાં ફર્યા કરતાં. કૉલેજ સમયમાં અમારા મિત્રોના વર્તૂળો ને હરવા-ફરવાની રેખાઓ લંબાતી જતી પણ પરત આવતાં અમારો ત્રિકોણ જ બચતો અખંડ અને આત્મિય. ગુજરાતી સાહિત્ય સાથે ગ્રેજ્યુએટ કરતાં કરતાં તેના સંદર્ભો, મર્મોને પામતા, નરસિંહ, મીરાં, કાનજી-જીવી, અમૃતા તો ક્યારેક દ્રૌપદી, સીતા, મંથરા અને રાવણ વગેરેની ચર્ચા કરતાં કોઇકના ઉપનામો પાડતાં ને તેમાંથી આનંદ લેતાં.
ક્યારેક ક્યારેક કૉલેજની લૉનમાં બેઠા-બેઠા એકબીજાનો પરિચય વિસ્તારથી આપતાં-લેતાંને એકબીજાને વધુ નજીકથી સમજવા-ઓળખવાનો પ્રયત્ન કરતાં. એકવાર ત્રણેયના નામની ચિઠ્ઠીઓ બનાવી ઉછાળી ને પછી ખોલી જેનું જે ક્રમમાં નામ આવે તે પોતાના વિશે વાત કરે એવું નક્કી થયું ને પહેલું જ મારું નામ આવ્યું ‘અનંગ’…
‘હું અનંગ પટેલ કડીમાં પિતાજીને ઑઇલ મિલ છે, બે ભાઈ, મોટો ભાઈ પોલીસમાં લાગી જતાં વડોદરા ગોઠવાઈ ગયો. મારા ભાગે થોડી-ઘણી જમીન-ખેતી-વાડી ને બે ભેંસ વગેરે સાચવવું ને સાથે સાથે કૉલેજ કરવી, કૉલેજથી ઘેર જઈ જમીને સીધા ખેતરે, ત્યાં પહોંચતા જ ભેંસ ભાંભરવા લાગે, તેને પંપાળવી, ખેતરના ચારેય શેઢે આંટા મારવા, કૂવામાંથી ધોરિયે ધોરિયે પીવાતા પાણીના ચાહમાં પગ ઝબોળવા ભાગમાં રાખેલા સાથીના ખબર પૂછવા, ત્યાં જ વાંચવું ને સાંજ પડતાં પાછાં આવવું. આ મુખ્ય નિત્યક્રમ હતો. ધીરે ધીરે ફિલ્મો જોતાં જોતાં હિરોની જેમ શરીરને મજબૂત કરવાના ઓરતાં જાગ્યા ને થોડા-થોડા ઝીમનાં સાધનો વસાવેલા, થોડો સમય તેમાં આપવો ને પિતરાઈ ભાઈને કડીમાં સ્ટુડિયો હોવાથી ત્યાં બેસતાં બેસતાં તેને મદદ કરતાં તેમાં પણ રસ પડ્યો ને ક્યારેક કોઈનો વિડિયો શુંટીંગનો ઓર્ડર મળતાં તે પણ કરી આવતો.’
બીજી ચિઠ્ઠીમાં નામ નીકળ્યું ‘ઉમંગ’, ‘હું ઉમંગ, કલોલમાં પિતાને રેડીમેઇટ કાપડનો શૉરૂમ, ત્રણ કારીગર રાખેલ છે. હરિફાઈનાં સમયમાં પિતા મને સરકારી નોકરી કરતો જોવા ઇચ્છે છે. એટલે બસ ભણવામાં જ બધુ ધ્યાન, ક્યારેક ભૂલેચૂકેય કૉલેજમાં રજા હોય ને શૉરૂમ ઉપર જઉ તો લડીને કાઢી મૂકે. બસ ભણો, કેરિયર બનાવો, ધંધામાં વેઠ ને ઉજાગરા સિવાય કંઈજ નથી. એકવાર સરકારના જમાઈ બની જાય પછી જુઓ જિંદગી શું ચીજ છે!
ત્રીજી ચિઠ્ઠી ખોલવાની જરૂર જ ન પડી ‘હું સરિતા, પિતા સરકારી હાઇસ્કૂલમાં શિક્ષક, અડાલજમાં ખૂબ તેમનું નામ, માનથી જુએ આખું ગામ, શાંતિનું જીવન અને શાંતિની નોકરી, થોડાં મુક્ત વિચારના કારણે કૉલેજ કરવાની છૂટ આપેલી ને છેલ્લે એમ.એ. પછી તરત જ લગ્ન તેવું તેમણે કડક શબ્દોમાં જણાવી દીધું છે...ને છોકરો પણ શિક્ષક હોય તો સારું અથવા સરકારી નોકરી તો હોવી જ જોઈએ...’
આમ, ત્રણેયનાં પરિવારના વ્યવસાય જુદા, જ્ઞાતિ જુદી, ગામ જુદા, ઉમંગ, સરિતા ને મારા કેટલાંક શોખ અલગ પણ મૈત્રીની વચ્ચે બીજુ કઈં જ આડખીલી નહોતું. ઉમંગ શાંતપ્રકૃતિનો, સરિતા નામ પ્રમાણે જીવનપ્રવાહમાં ખળખળ વહેતી થોડી તોફાની, મસ્તીખોર ને હું બંનેની તુલનામાં થોડો વધુ તોફાની, બારકસ, સાહસિક ને...
એકવાર મેં કૅમેરો ગોઠવી મારો ઝીમની કસરતો કરતો વિડિયો ઉતાર્યો. સિક્સ પેગ, હાથના સ્નયુઓ તેમા સ્પષ્ટ દેખાઈ આવતા હતાં. આ વિડિયો ઉમંગ અને સરિતાને શેર કર્યો હતો, ને તરત સરિતાનો તોફાની રિપ્લાય આવેલો. એ પછીના એકાદ અઠવાડિયા પછી લેક્ચરમાં ગુલ્લી મારી ‘છેલ્લો દિવસ’ પિક્ચર જોવા ગયેલા. અમે આજુબાજુ ને વચ્ચે સરિતા ગોઠવાઈ ગઈ હતી. જો કે અમારા માટે આ જરાય નવું નહોતું. કેટલીયવાર આ રીતે ફિલ્મો જોયેલી પણ આજ હું ને સરિતા અલગ જ લાગતાં હતાં. સરિતાનું આજનું હસવું, બોલવું ને સ્પર્શવું કઈંક જુદુ જ લાગતું. ઉમંગથી કદાચ તે અજાણ્યું હતું. સિનેમાગૃહનાં અંધકારમાં તેનો ઢીંચણનો ભાગ વારંવાર મારા ઢીંચણ નીચે આવી જતો, ને ડ્રેસ અને દુપટ્ટો સરખો કરવાના બહાને તેના હાથની કોણી મારા ખભા-છાતીને અફળાતી હતી, પણ હું તેને સ્વાભાવિક ગણતો હતો. એવામાં ઉમંગ વોશરૂમ જવાનો ઇશારો કરી સિનેમા હૉલની બહાર ગયો ને મારા ‘રેડ ટી-શર્ટ’માં કોઈ અંદર પ્રવેશતું લાગ્યું. સરિતાનું માથું મારા મજબૂત ખભા પર ઢળી પડ્યું ને તેની ચારેય કોમળ આંગળીઓ મારા ‘સિક્સપેગ’ ઉપર એવી રીતે ફરી જાણે વાંસળીના શૂર ન છેડ્યા હોય ! મારી શંકરની ધ્યાનસ્થ સ્થિતીની જેમ આંખો બંધ થઈ ગઈ. શરીર ટટ્ટાર થયું પણ મનથી સંયમિત રહેવાનો પ્રયત્ન કર્યો. બરાબર તે જ વખતે ઉમંગ આવી ગયો ને છેવટે ટકી જવાયું તેથી હાશકારો અનુભવ્યો!!
જોતજોતામાં ગેજ્યુએશન પૂરું કર્યુ ને માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ લીધો. ત્રણેયનાં શારીરિક, માનસિક અને વૈચારિક પરિવર્તનો સ્પષ્ટ જણાઈ આવતાં હતાં. કૉલેજકાળ પૂરો કરી જીવનકાળ તરફ જવાનો સમય નજીક આવતો જતો હતો. છુટા પડવાની બીકે ક્યારેક સાવ ઓશિયાળા થતાં જતાં હતાં. ક્યારેક સાવ મૌન તો ક્યારેક વધુ બોલકા બની જતાં હતાં, ક્યારેક બધાં જ શરમ-સંકોચ બાજુ પર મૂકી હું ને ઉમંગ સરિતાને પૂછી વળતાં :
‘સરિતા...તને અમારા બંનેમાં શું શું ગમે...’
ને સરિતા નિઃસંકોચ બોલવાનું શરૂ કરતી...
‘ઉમંગની વાત કરું તો તેનું ક્લાસિકલ વ્યક્તિત્વ, મીઠો અવાજ, નશીલી આંખો ને જીવન પ્રત્યેની ગંભીરતા મને ગમે છે... ને અનંગની વાત કરું તો તારું પૌરુષસભર દેહસૌષ્ટવ, કસાયેલું શરીર, ખેતરમાં લહેરાતી હરિયાળીની જેમ લહેરાતાં તારા હાથ પરનાં કાળા વાળ ને કરકરી કાળી મૂછોની નીચે જાડા, લાલઘૂમ હોઠ ને પ્રકૃતિસાથેની નિસબત મને ગમે છે...’
સરિતાનાં મુખે અમારા બંનેના વખાણ સાંભળી બંનેને આનંદ થતો, પછી ઘણીવાર તેમા એ નાના-મોટા ઉમેરણ પણ કરતી, ક્યારેક સરવાળો કે બાદબાકી કરતી પણ એકવાર એણે અમને ઓચિંતું જ પૂછી લીધું; ‘તમે તો કહો ‘દો-યાર!’ તમને મારામાં શું ગમે છે?’ ને અમે બંને મૂંઝાઈ ગયા. તરત તેના વિશે ગમે તે કહી દેવાથી તેને ખોટું તો નહીં લાગે ને ? અમે મનોમન શબ્દો ગોઠવવા લાગ્યા. સરિતાએ આંખોના ઇશારે પ્રથમ ઉમંગને પોતાના વિશે કહેવા જણાવ્યું ને ઉમંગ બોલ્યો:
‘બસ ગમે છે એટલે ગમે છે’
‘ના ના સાવ એવો જવાબ નહીં ચાલે’
‘તો પછી’
‘ના જરા મારી જેમ વિગતે...’
‘વિગતે કહુ તો તારો નિખાલસ સ્વભાવ! સત્યનિષ્ઠ! પ્રેમ, વિશ્વાસ, ત્યાગભાવના...’
‘બસ બસ હવે આ તો પુસ્તકિયા શબ્દો કાઢી બધા બોલી ગયો... છટ્... પણ જા ચાલશે હવે તને માફ કર્યો...’
હવે મારો વારો આવ્યો. હું જવાબથી બચવા ભાગવા જતો હતો ને ટાળવા મથતો હતો. ત્યાં જ તે ઊભી થઈ આડી ફરી, ‘તને તો નહીં જ છોડું મારા દેશીબૉય તારે તો કહેવું જ પડશે... તું કાંઈ ઓછી માયા નથી...’
મેં મહાપ્રયત્ને જેમ તેમ શબ્દો ગોઠવતા-ગોઠવતા કહ્યું :
‘તારું ઉદાર વ્યક્તિત્વ, આંતર-બાહ્યરૂપ, મધુર હાસ્ય...અને...’
‘અને... શું ?’
‘બસ નથી કહેવું ’
‘તો તારી મરજી જા તને પણ છોડી દીધો...’
પણ પછી મેં જ મારો પીછો કર્યો. અનંગ તુ પકડાઈ ગયો છે. બોલ સાચે જ બોલ તને સરિતા કેમ ગમે છે ? ને તેના જવાબ આપતાં મને ‘છેલ્લો દિવસ’નું સરિતાનું વર્તન સ્મરણે ચઢ્યું. બસ પછી તો તે દિવસથી સરિતા વધુ ગમવા લાગેલી. તેના તરફ જોવાની આખી દ્રષ્ટિ જ બદલાય ગયેલી. હાલ જાણે કે સરિતાના પ્રશ્નોનો એક સર્જક બની તેને કાવ્યાત્મક જવાબ આપવા લાગેલો...મનોમન.
શંકરની કાળી જટાની જેમ લાંબાકાળા ખેંચીને બાંધેલા વાળની નીચે વિશાળ ભાલપ્રદેશની વચ્ચે નાનકડી તારલી-શી લાલ બીંદી, ત્યાંથી સહેજ નીચે ઉતરતા અણીદાર આંખોમાં નૃત્ય કરતી પૂતળી-શી બે કાળી કાળી કીકીઓ, ચપટુ-અણીદાર નાક, ચુમ્બનાતુર રતુંબડા બે હોઠથી નીચે ઉતરતા ચંચળ હરણીની ડોકશી લાંબી ગ્રીવા, હડપચીની નીચે ડાબે-જમણી તરફ નાની-શી ઉપસેલી ધોળી-ધોળી ટેકરીઓની ઉપર ઝગમગ દિવા વચ્ચે નાની પાતળી-શી કેડીથી આગળ પેટના પટ વિસ્તારમાં આભલા-શી નાભિ ઝળહળે ને વળાંકે નીચે ઉતરતા યુગો-યુગોથી પુરુષોની કામનાના વિષને પોતાનામાં સમાવી સંસારને અમૃત આપતાં અસંખ્ય અમૃતકુંભ પૈકીનો એક અખંડ અમૃતકુંભ... જેને પામવા મારી કુંવારી કામનાઓને અનેકવાર એમાં અમૃત અર્થે ઉતાવળી થયેલી, હૈયેથી હોઠે આવેલી ને આંગળીઓથી ટેરવે આવેલી ઇચ્છાઓ, એની સહમતી અભાવે પરત ફરી અદ્રશ્ય જતી હતી.
મને મારી જ કાવ્યાત્મકતા પર પછી હસવું આવ્યું. મન કેવા કેવા કલ્પનાચિત્રો કરે છે! એ શું ક્યારેય વાસ્તવ બનશે ? સરિતાને મારા પ્રત્યે એવો ભાવ ન પણ હોય, મારે પણ એવા ભાવ કરવા પવિત્ર મૈત્રિમાં કલંક સમાન છે, ને ફરી એવા વિચારો પ્રગટે તે પહેલાં જ ડામી દેવા પ્રયત્ન કરવા લાગ્યો.
માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષાને હવે એકાદ માસ બાકી હતો. હવે બોલવાનું ઓછું ને વિચારવાનું વધુ હતું. અભ્યાસ પૂરો થયા પછી નોકરી મળશે કે કેમ ? લગ્ન ક્યારે થશે ? કોની સાથે થશે ? જીવનસાથી કેવી હશે! શું મારી લાગણીઓને સમજશે ? જીવનરાહ સરળ હશે કે કંટકભર્યો ? તેવા વિચારોની આપ-લે થતી એવામાં એકવાર અમે હિમ્મત કરી સરિતાને પ્રાણ પ્રશ્ન જ પૂછી લીધો : ‘ધારો કે તને લગ્ન કરવાની પસંદગીની તક મળે તો બંનેમાંથી કોને પસંદ કરે ?’ આ એકાએક પૂછાએલા પ્રશ્નથી તે આખેઆખી ફફડી ઉઠી, ઉમંગ અને અનંગ બંને પાસે પોતાની પ્રત્યેના આકર્ષણના આગવા કારણો હતાં. એકને મેળવીને બીજાને છોડવાનું તેને હરગિઝ પાલવે તેમ નહોતું. આથી તે મહાપ્રયત્ને બોલી ઉઠીં : ‘મારું ચાલે તો હું બંને સાથે પરણું અથવા આજીવન કુંવારી જ રહું...’ પછી પરાણે હસી પડી.
જોતજોતામાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ. છેલ્લા પેપરનાં દિવસે સાથે ફિલ્મ જોયેલી. રેસ્ટોરન્ટમાં નાસ્તા-પાણી કર્યા ને ઘેર પરત જવા બસમાં બેઠાં. ત્રણેયના હાથમાં હાથ હતાં પણ હોઠ પર શબ્દો નહોતા, સ્મિત નહોતા, આંખો સમક્ષ પાંચ-પાંચ વર્ષોનાં સંસ્મરણો તાજા થતાં હતાં. બસની ઘંટડી રણકી ને અડાલજ આવતાં સરિતા હાથના ઇશારે આવજો કહેતા ઉતરી ગઈ. અમારી આંખોના અકબંધ દરિયા ઉલેચાવા લાગ્યાં. ત્યારબાદ કલોલ ઉમંગ ઉતરી ગયો અને મારું કડી આવતાં હું પણ એ બસને જાણે કે છેલ્લીવાર ધારી-ધારીને જોઈ કાયમ માટે અલવિદા કહીં ઉતરી ગયો.
હવે તો ક્યારેક ક્યારેક ફોન ઉપર છલ્લી વાતો થતી. દિવસ, માસ, વર્ષ પસાર થતાં સ્મૃતિ-વિસ્મૃતિની સંતાકૂકડી રમાતી ચાલી. ઉમંગે જોતજોતામાં બી.એડ. પૂરું કર્યુ ને એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી પણ મળી. હું વ્યવસાયમાં આગળ વધ્યો ને પિતાજીની ઓઇલમિલ, ખેતી-વાડી અને વિડિયોશુંટીંગ મારી આવક-રસના સાધનો બન્યાં. એવામાં એકવાર રાત્રે જમીને સૂતો હતો ને ઓચિંતો જ ઉમંગનો ફોન આવ્યો :
‘હેલો... અનંગ... કેમ છે... મજામાં ?’
‘હા હા યાર તું કેમ છે ? શું નવા-જુની ?’
‘નવા-જુની સાંભળી તું ખૂશ થઈ જઈશ, બોલ કહું ?’
‘હા હા, બોલ બોલ, ઝડપથી બોલ...’
‘વાત જરા એમ છે કે મારા અને સરિતાના લગ્ન...’
આટલું સાંભળતાં જ મારા હાથમાંથી ફોન નીચે પડી ગયો, આંખે અંધારા આવી ગયાં. મોંમાં સોસ પડવા માંડ્યો. પાસે પડેલી બોટલમાંથી પાણી પીને સ્વસ્થ થઈ ફરી ફોન ઉપાડ્યો. અંદરથી ઉમંગના અવાજો આવતાં હતાં :
‘અરે અરે ક્યાં ખોવાઈ ગયો...?’
‘કંઈ નહીં, અહીં જ છું, ખૂબ ખુશ થયો, અભિનંદન...’
‘અભિનંદનથી જ કામ નહીં ચાલે. તારે લગ્નમાં આવવાનું જ છે. કોઈ બહાનું નહિં ચાલે અને હા, વિડિયોશુંટીંગ પણ... તારે જ...’
‘હા હા હું આવીશ જ.’ બસ એમ કહી ફોન મૂકી દિધો.
પથારીમાં આચ્છાદિત સફેદ ચાદરમાં ફૂલોની ડિઝાઇન જે હમણાં શીતળ લાગતી હતી તે હવે કાંટાની જેમ મારા શરીરને વિંધવા લાગી. ઉમંગ આગળ નીકળી ગયો. હોંશિયાર નિકળ્યો મારા કરતાં એવું લાગતાં મને થોડી ઈર્ષા પણ થઈ આવી. સરિતાએ કેમ આમ કર્યું ? શું આ નિર્ણય એનો જ હશે ? મારા કોઈ વર્તનથી તે નારાજ હશે ? જેવા અનેક પ્રશ્નો મને સતાવવા લાગ્યા. થયું હાલ જ ફોન કરી પૂછી લઉં પણ થયું ના ના હવે તેને પ્રશ્નો પૂછી તેને દુ:ખી કરી તેના માર્ગમાં અવરોધ નથી બનવું. એમ વિચારી ફોન કરવાનું માંડી વાળ્યું.
છેવટે અખાત્રિજે લગ્નનું મૂહર્ત નીકળ્યું ને મારે સરિતા તથા ઉમંગની કંકોત્રીઓ પણ આવી ગઈ. સાથે સાથે ઉમંગનો ફોન પણ એક દિવસ વહેલા આવી જવા માટેનો આવ્યો. મેં કૅમેરો , સેલ, વાયર, ફ્લૅશ બધુ બરાબર ચેક કરી બેગમાં મૂક્યું ને બે જોડી કપડાં તથા ફોટોગ્રાફી માટે અને વિડીયો શુંટીંગની મદદ માટે સાથીમિત્ર કૌશલને લઈ પહોંચી ગયો. ઉમંગ મને જોતાં જ ભેટી પડ્યો, વળગી પડ્યો. હું એને ગોળ ગોળ ફેરવતો એક ખૂણામાં લઈ ગયો અને હાથના ઇશારે પૂછ્યું : ‘આ કેવી રીતે બન્યુ ?’ ત્યારે તેણે ટૂંકમાં પતાવ્યું. ‘બસ પછી તો એક દિવસ સરિતાના પિતા આકરા પાણીએ થયેલાં. એક અઠવાડિયામાં તેનાં પરિચયમાં કોઈ છોકરો હોય તો ભલે નહિતર તેના પિતાએ જોયેલું ત્યાં ફાઇનલ. સરિતાએ આપણા વિશે જણાવેલું. તેના પિતાએ છેવટે મારી નોકરીને ધ્યાનમાં રાખી માગું નાખ્યું ને બંનેના પરિવારજનોએ વધાવી લીધું. બધું એટલી ઝડપી ગતિએ થયું ને કે તને...’
હવે હું બધું જ સમજી ગયો. આમાં ઉમંગ કે સરિતાનો કોઈ વાંક જ નથી અથવા વાંક ક્યાં કોઈનો પણ છે ? વિધાતાના લેખ, તેના પિતાનો નોકરી પ્રત્યેનો લગાવ ને બધું બની ગયું, ને ઉમંગ પ્રત્યેની ઈર્ષા ઓગળી ગઈ. ચાલો, મને નહીં તો ઉમંગને પણ મૈત્રી ફળી તો ખરી, વળી ઉમંગ ક્યા પારકો હતો. ઉપરથી હવે તેના ઘેર જવાં મળશે ને તે બહાને સરિતા સાથે ફરી-ફરી મળી શકાશે. હા, હવે સંબંધની વ્યાખ્યાઓ થોડી બદલાઈ જશે.
લગ્નનાં દિવસે શુભ ચોઘડીએ ગણેશ સ્થાપાન, ગૃહશાંતિ, મંડપસ્થાપન ને રાત્રે વરઘોડો વગેરેના શુંટીંગ પતાવી સવારે સાજન-માજન ઉમંગથી ઉમંગને પરણાવવા નીકળ્યાં. ઉમંગની મમ્મીએ હરખભેર લગ્નગીત ઉપાડ્યું :
“મોર તારી સોનાની ચાંચ;
મોર તારી રૂપાની પાંખ...”
બીજી સ્ત્રીઓ પણ ગીતો ઝિલતી-ઝિલતી લકઝરીબસમાં ગોઠવાઈ જવાં લાગી. હું ને ઉમંગ એક જ ગાડીમાં ગોઠવાયા અને અમે પોહચ્યાં સરિતાનાં તોરણે. ઉમંગને વધાવીને મંડપે બેસાડ્યો ગોરે ‘કન્યા પધરાવો સાવધાન...’ બોલ્યા ને મારા ધબકારા વધવાં લાગ્યાં. હમણાં જ સરિતા મંડપમાં આવશે અને મને જોતાં જ... ત્યાં જ તેના મામા સરિતાને મંડપમાં લઈ આવ્યાં. સરિતા આખેઆખી લાલરંગમાં ડબોળી બહાર કાઢી હોય તેવી લાલ પાનેતરમાં સજ્જ, ઢળેલા પોપચાને બંધ હોઠે તે ઉમંગ પાસે ગોઠવાઈ. મેં ઉમંગને ઇશારો કર્યો ને ઉમંગે સરિતાને કૅમેરા સામે જોવા ઇશારો કર્યો અને સહેજ ઉંચી આંખ કરતા મને જોતાં જ તેણે શરમથી આંખો ઢાળી દિધી. તેની પાંપણ પાસે આવીને અટકી ગયેલ આંસુ પણ હું સ્પષ્ટ જોઈ શક્તો હતો. ધીરે ધીરે બધી જ વિધિઓ પૂર્ણ થઈ. આશીર્વાદનો વરસાદ થતો હતો. છેવટે ગોરમહારાજે ૦૪:૩૦ વાગે વિદાયની વાત કરી બધાને જમવા માટે વિખેરી નાખ્યા...
બરાબર તે જ વખતે હું વિડિયોશુંટીંગ સાથે સ્મૃતિના તોફાનમાંથી બહાર આવ્યો. હવે આ બધું હૈયાના કોક ખૂણામાં ઉંડે ઉંડે ધરબી દિધે જ છૂટકો, બસ એકાદ બે-માસમાં આ લગ્નનું આલ્બમ ને સી.ડી. આપી દઉં પછી એ છુટા ને હું છુટો એમ વિચારી જેમ તેમ જમી લીધું. થોડો આરામ પણ કરી સાડા ચાર વાગતા, ગોર મહારાજે રીતરિવાજ મુજબ વિદાયની વિધિ પૂર્ણ કરતાં છેલ્લે કંકુ થાપા પડાવ્યા. કંકુ થાપા કરી સરિતા જેવી સવળુ ફરી કે તેની માતાને વળગી પડી, ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેની આંખમાંથી પડતાં મોતી સમાં આંસુ જોઈ મારી આંખો પણ છલકાવા લાગી. મેં વિડિયો શુંટીંગ ઉતારતા ઉતારતા મારા કપાળે પરસેવા વળ્યાના બહાને મારી આંખમાં આવેલા આંસુ પણ લુંછી નાખ્યા. છેવટે સરિતાને લઈ ઉમંગ ગૃહપ્રવેશ કર્યો. તેની મમ્મીએ બંનેને હરખભેર પોંખી, નજર ઉતારી, કુળદેવીના દર્શન કરાવી છેડાછેડી છોડી નાખી. મારી ગુંગળામણ વધતી જતી હતી. મને લાગ્યું હવે મારું કામ પૂરું થયું છે. મારે ચાલ્યા જવું જોઈએ. મેં ઉમંગને ભેટીને અભિનંદન આપ્યા. સાથે સરિતાને પણ શુભેચ્છાઓ પાઠવી રજા માગી. ત્યાં જ ઉમંગ થોડું ઇશારામાં ને થોડું કાનમાં બોલ્યો : ‘હજી તું એમ નહીં છટકી શકે મારા દોસ્ત, તારી પાસેથી હજી ઘણુ કામ લેવાનું બાકી છે. હજી તારે એકલાએ થોડું ખાનગી શુંટીંગ કરવાનું છે, મેં ઘરમાં મમ્મી-પપ્પા સિવાય કોઈને પણ કિધુ નથી. ઘરમાં મહેમાનોની ભીડ જોઈ મેં હાઈ-વે પરની હૉટલ ‘સુપ્રિમ’માં રૂમ બુક કરાવ્યો છે અમારી મધુર રજનિ માટે. આપણે ત્રણેય જમીને ત્યાં જઈશું. મારા અને સરિતાના જીવનની પ્રથમ મધુર રાત્રિની કેટલીક ક્ષણો તારે કૅમેરામાં કેદ કરી લેવાની છે. બસ, પછી તું છુટો.’
આ સાંભળી મારી વ્યથા વધુ વધવાં લાગી. જેના વિશે મેં ભાતભાતની કલ્પનાઓ કરેલી તેનાં હળવા મધુર સ્પર્શને પ્રથમ માણ્યો’તો તે સરિતાને કોઈ બીજા પુરુષની સાથે... પણ હવે એક વધુ કસોટીમાંથી પાસ થવું પડશે. તેમ વિચારી માથું હલાવી હા પાડી. જમી-પરવારી પાછા ગાડીમાં ત્રણેય ગોઠવાયા ને ગાડી ઊભી રહી હૉટલ ‘સુપ્રિમ’ નક્કી કર્યા મુજબ ઉમંગે એક રાત માટે પાંચ હજાર હૉટલના માલિકને ચૂકવેલા, જેમાં શયનખંડ સંપૂર્ણ સજ્જ કરેલો હોય. માલિકે સાથે આવીને રૂમ ખોલી આપ્યો ને શુભેચ્છાઓ પાઠવી જતા રહ્યાં. અમે ત્રણેય સાથે અંદર પ્રવેશ્યા, ઉમંગે દરવાજો બંધ કર્યો. શયનખંડમાં લીલો લીલો પ્રકાશ પથરાયેલો હતો. સ્પ્રેની ને ફૂલોની માદક ગંધ ઉત્તેજના વધારી રહી હતી. ચારેબાજુ સ્રી-પુરુષના આલિંગનબદ્ધવોલપીસ કશુંક સાનમાં સમજાવતાં હતાં. મેં કૅમેરો સેટ કરી બરાબર સરિતા ઉપર ગોઠવ્યો. તે ઘૂંઘટ તાણી કોઈ ઢીંગલીની જેમ ગોઠવાઈ ગઈ હતી. ઉમંગ ધીમે પગલે સરિતા પાસે આવ્યો. કશુક અસ્પષ્ટ બોલતાં બોલતાં ઘૂંઘટ ઉંચો કર્યો. સરિતાની આંખોના પોપચા પર જાણે મણમણનો ભાર લદાયેલો હતો. ઉમંગ તેના વાળમાંથી ફૂલો ને ગજરા ઉતારતો તેના કેશ ખુલ્લા કરતો હતો. પછી ગળાનો હાર ને કાનની બુટ્ટીઓ ઉતારવા લાગ્યો. સરિતાની સહેજ મરડાયેલી ડોકે મને પણ વિહવળ કરી મૂક્યો. હવે મારા માટે શુંટીંગ આગળ વધારવું અસહ્ય હતું. હું હજી ઉમંગને પૂછીને શુંટીંગ અટકાવું ત્યાં જ તેના ફોનની ઘંટડી રણકી, તેણે સરિતાને જેમ છે તેમ રાખી ફોન ઉપાડ્યો :
‘હેલો...’
‘હેલો ઉમંગ !’
‘હા બોલ બોલ મમ્મી... શું થયું ? કેમ અત્યારે... ફોન...’
‘બેટા આમતો તને આજે હેરાન ન કરત, પણ તું ગયો ને થોડીવાર પછી તારા પપ્પાને ગભરામણ અને છાતીમાં દુખાવો ઉડ્યો છે. કદાચ...થાકનું પણ હોય, પણ ઘડીક આવી જાય તો...’
‘હા, હા મમ્મી હું તરત આવું છું...’
અને ઉમંગ મને ‘એકાદ કલાકમાં આવુ ત્યાં સુધી તું અહીં સરિતા સાથે રહે ને આમેય તું ક્યાં પારકો કે અજાણ્યો હતો... હું ગયો એવો આવ્યો.’ કહેતા જ તે દરવાજો ખોલી ગાડીની ચાવી લઈ નીકળી પડ્યો.
મેં વિવેક ખાતર રૂમનો દરવાજો બંધ કર્યો... સરિતાએ પોતાના વિખેરાયેલા વાળને સાડી સરખા કરી બેડના એક ખૂણામાં ગોઠવાઈ ગઈ. મને ગળામાં સોસ પડવા લાગ્યો. મેં કૅમેરો ટીપોઈ પર મૂક્યો ને પાણી પીતા-પીતા રૂમનું ભારેખમ વાતાવરણ હળવું કરવા સરિતા સામે જોયા વિના જ પૂછ્યું :
‘તમે તો મને આચકો જ આપી દીધો હોં. ઉમંગ સાથે તારા લગ્ન થવાથી હું ખુશ તો છુ જ પણ એ પ્રશ્ન તો છે જ કે ઉમંગ સાથે લગ્ન કરવાનો નિર્ણય તારો... કે પછી... એકવાર તો મારો વિચાર...???’
આ સાંભળતા સાંભળતા તે કોઈ જવાબ આપવાના બદલે હળવે હળવે ઊભી થઈ. સ્ત્રી-પુરુષનાં આલિંગનબદ્ધ ‘વોલપીસ’ સામે જોઈ પછી મારી સામે જોઈ મલકાઈ ઉઠી ને અંગ મરોડતી ગુલાબની પાંખડીથી શોભાયમાન દૂધનો ગ્લાસ લઈ મારી પાસે આવી. હું સ્ટેચ્યુ જેમ ખોડાઈ ગયો હતો. તેણે પાસે આવી મારા હોઠ વચ્ચે દૂધનો ગ્લાસ મૂક્યો. એક-બે ઘૂંટ પીવડાવી તેણે ઇશારામાં ગ્લાસ મને પકડાવી પથારીમાં બેઠી, પોતાના મુખ ઉપર આંગળીનો ઇશારો કર્યો. હું આ સમજી ન શકું એવો અબૂધ ન હતો. ધીમે પગલે-ભારે હૈયે તેની પાસે પહોંચ્યો અને ગ્લાસ તેના હોઠે ધર્યો. સરિતાએ મોટો ઘૂંટ ભર્યો ને અડધો ગળા નીચે ઉતારતાં હોઠ બંધ કર્યા. હોઠની બંને બાજુથી દૂધની ધારાઓ તેના ગાલેથી, ગળેથી નીચે રેલાવા લાગી. હું ગ્લાસ મૂકવા લાંબો થયો ને ગ્લાસ મૂક્યો ન મૂક્યો ને કોઈ મજબૂત પક્કડથી જકડાઈ ગયો. તે વૃક્ષને વેલી વળગે તેમ વળગી પડી. હું છુટવા મથવા લાગ્યો. ‘મને થયું ઉમંગ શું વિચારશે ? ઉમંગનો આટલો વિશ્વાસ અને મારો આવો વિશ્વાસઘાત ?’ પણ સરિતાનો સ્પર્શ મારી કામનાને બળવત્તર કરતો હતો. મન શુધ-બુધ ખોઈ શરીરના ઇશારે વશ વર્તતું હતું. મારી જમણા હાથની આંગળીઓ દૂધની ધારાએ ધારાએ ફરતી નીચે તરફ ઉતરતી હતી ને પાછળ પાછળ મારા હોઠ ફરતાં ફરતાં ચુંબનોનો વરસાદ કરી આગ વધુ પ્રજ્વલિત કરતાં હતાં. મારી સામે અગાઉ કલ્પેલી તેની કાયા રૂબરૂ થવા લાગી તે જ નાની નાની ઉપસેલી ટેકરીઓ, તેના પર નાના ઝગમગ દિવા, લીસું પેટ, નાભિ ને અકબંધ અમૃતકુંભ-શી યોનિ, વર્ષોની મારી કામનાઓ ઉપરાઉપરી થાપટો ઉપર થાપટો મારી અમૃતકુંભનું અમૃત મેળવવા ઉતાવળી બની. અસહ્ય થાપટોથી અમૃતકુંભ પણ આખરે ડગમગવા લાગ્યો ને છેવટે તેના તાળા ખટાક્ ખટાક્ દઈને ખુલી ગયા ને પ્રગટ્યા પાણી પાતાળે... બંનેના છાતીના થડકારા એકબીજા સાથે તાલ મિલાવતા હતાં. આજે સરિતા સાચે જ ગાંડીતૂર થઈ ગઈ હતી. સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદાઓ લાંઘતો નથી પણ જ્યાં નદી જ ગાંડીતૂર થઈ પોતાનો રસ્તો બદલી સમુદ્રમાં ભળવા તત્પર થાય ત્યાં સમુદ્રનો શો વાંક ? સરિતા અત્યારે સમુદ્રમાં આખેઆખી ભળી ગઈ હતી. હું ને સરિતા બંધ આંખે આ રમણીય સ્મૃતિને મનના કૅમેરામાં કાયમને માટે કેદ કરતાં રહ્યા હતા અને જે કેમરો વિડિયોશુંટીંગ કરવા હું લાવેલો તે ટિપાઈ પર અવળો પડ્યો હતો. તે મને અત્યારે આશ્ચર્યચકિત, અસહાય અને અર્થહિન લાગ્યો!!