બાપા તમે એવડી જમીન ને શું કરશો?' ઘર નો મોટો દીકરો એમ કહી સફળા ઊભો થયો.
વિચારશૂન્ય થયેલ પિતા એની સામે બસ જોઈ રહેલા
ત્યાં સુધીમાં તો તે પાછો બરાડી ઉઠ્યો, 'તમને રૂપિયા ન જોઈતા હોય તો કંઈ નહીં,અમને અત્યારે જરૂર છે અમને કામ લાગશે. હવે તમારું શું અટકી ગયું છે? કે હજી ખેતી કરવી છે? આ બધી જમીનો ને પણ હવે ક્યાં લઈ જવાની છે આપણે. હું તો હજી કહું છું આપણે આ પવનચક્કી વાળાઓને આપણી જમીન વેચી જ નાખીએ.'
એ વૃદ્ધ ખેડૂત બે મહિનાથી આ સંઘર્ષ લડી રહ્યો હતો પોતાના અસ્તિત્વને બચાવવા માટે જમીન બચાવવા માટે પોતાના જ લોહી સામે મથામણ કરી રહ્યો હતો આમ તો હજી સુધી તેને ઘણા લોકોએ પોતાના સગાઓ એ કહ્યું હતું કે હવે એ જમીન વેચી જ નાખો
પણ એ જમીન પર ખેતી કરતો વૃદ્ધ પોતાની બાપદાદાની જમીન છોડવા તૈયાર નહોતો જ થતો
હજી થોડોક સમય સંઘર્ષ ચાલતો રહ્યો બાપા પોતાની એક જ વાતે ટકી રહેલા હતા પણ કેટલો સમય?
આખરે એણે પોતાના જ ત્રણે દીકરાઓ સાથે પોતાની જમીન વેચી નાખી અને જ્યાં એને આજીવન ખેતી કરી એ જમીન પર બે પવન ચક્કી લાગતા જોઈ રહ્યો હતો બહુ ઘસમસાણ કામ ચાલી રહ્યું હતું ખુબજ મોટા પાયે આ કામ ચાલી રહ્યું હતું આખરે તેણે પોતાના ઘરથી એ બે પવનચક્કીઓ દેખાઈ રહી હતી દિવસે એ બસ એમ જ જોતો એ મહાકાય પાંખોને અને રાતે લાલ જબકતી એ રાક્ષસ ની મોટી આંખો ને.
અમનકુમાર રમેશભાઇ જોષી, ક્રાંતી ગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ, 9904666995 amanrjoshi19@gmail.com