અખાત્રીજની
વહેલી સવારે
સુવર્ણ મંગલસૂત્રની
ખરીદીનો વિચાર
મગજમાં ઘૂમી રહ્યો હતો
ને ત્યાં જ અચાનક
ઓફિસેથી જીવનસાથીની
સુવર્ણસમી જિંદગી
પૂર્ણવિરામ પામ્યાના
સમાચાર મળતાં
એ ઘૂમતો વિચાર
એકાએક
સ્ટેચ્યુ થઈ ગયો
સાથે જ
મૃત્યુ વિશેની
મારી ફિલોસોફી પણ.