Download this page in

કાવ્ય

મૌનદેવ ઊંડાણે, શબ્દદેવ છીછરા
પ્રથમે પ્રારબ્ધ અનહદ,બીજો વેઠે પિંજરા...

મૌન તૂટ્યો શબ્દ ભણી
શબ્દ વધ્યો અસત ભણી
અસત ચાલ્યો અહમ ભણી...

અહમ ભાંગ્યો ધ્યાન મહી
ધ્યાન પાહોચ્યો જ્ઞાન મહી
જ્ઞાન દોડ્યો ભાન મહી
ને
શબ્દો ગયા વહી...
આજ ચક્ર જન્મે-જન્મે
આજ વક્રતા કર્મે-કર્મે

અટકો
નહી ભટકો,
મૂંગે મૂંગે સ્વભાવ ડાળે લટકો…

મોહમ્મદ સાબીર 'આનંદ', M.A.(ગુજરાતી), LL. B. વિદ્યાર્થી, સાર્વજનીક કોલેજ ઓફ લો, સુરત.