રે મનવા.....
રે મનવા.....
મન મોહ્યું ગિરધર માંહી,
અવરનું નામ અધર પર નાહી.
મોહ-માયાનું તૂટ્યું બંધન, છૂટ્યું સઘળું કામ,
હેતે હૈયે ગૂંજ્યા કરતું નિશદિન નમણું નામ.
ભાંગી ભવની ભાવટ મનમે ભેદ-ભરમ કશું નાહી
રે મનવા....... મન મોહ્યું ગિરધર માંહી
આવન-જાવન અવિરત રે'તી ભવસાગરની વાટે
કરમ-ધરમની કહેણી ફરતી કાળ તણી થપાટે
ખેવટિયો મુજ કિરતાર ધણી ને હું છું અભેદ રાહી
રે મનવા....... મન મોહ્યું ગિરધર માંહી