Download this page in

ડોસો

વાનપ્રસ્થનો ડેલો ખખડાવી,
ડોસો ડોલતો ડોલતો જાય.
ઉરે ઉમંગના તાલ સાથે,
ગીત મજાના ગાય.
હું-તું, તારા મારાથી એ
કેવો તો પર થાય!
બાંકડે બેસે, ઉતારે ચશ્માં,
એ તો ભવ્ય ભુતકાળમાં જાય.
શોધવાં પોતાનુ બાળપણ,
એ ગલીએ ગલીએ જાય.
વરસાદ થી એ ભાગે એવો,
જાણે ભીનાંશ ભીતર ડોશી ની જાય.

ચાર્વી ભટ્ટ, કચ્છ યુનિવર્સિટી, નરનારાયણ નગર, જુનાવાસ માધાપર, ભુજ કચ્છ