Download this page in

“જિકજી” છાપકામ ક્ષેત્રે (જર્મની ના) જહોન ગુટેનબર્ગ ધ્વારા પ્રકાશિત બાઇબલના છાપકામ પુર્વે ની ક્રાંતિ

સારાંસ -

માનવ સમાજ તથા વિશ્વ જીવનમાં સંશોધનોએ અનેક ક્રાંતિઓ સર્જી છે. છાપકામ ક્રાંતિ એ આવી જ એક મોટી ક્રાંતિ છે, જે સમગ્ર વિશ્વ માટે આશીર્વાદ રૂપ છે. પુર્વ (એશીયા) ના દેશોએ સંદેશા વ્યવહાર ક્ષેત્રે એક મોટી ભૂમિકા ભજવી છે, ભલે તે કાગળની શોધ ધ્વારા અથવા ભોજપત્રના ઉપયોગ દ્વારા લખાણ અંગે હોય કે સિરામિક ના બીબાઓ,ચીનના સાંચાઓનો ઉપયોગ તથા વર્તમાનમાં ડિજીટલ ઇન્કર્મેશન ટેકનોજી ક્ષેત્રે પૂર્વ એશિયાના દેશો ખાસ કરીને, ચીન, કોરીયા અને જાપાને પોતાનું નામ પશ્ચિમી દેશો સાથે સ્પર્ધા ધ્વારા ઉચું કર્યુ છે. મેટલ ટાઇપ ના ઉપયોગથી પ્રિન્ટીંગ પ્રેસ ધ્વારા પુસ્ત્કોના મોટા પ્રમાણમાં ઉત્પાદન સક્ષમ કરવામાં તથા જ્ઞાનનો વિસ્તૃત પ્રસાર કરવામાં બહોળો ફાળો છે, જેના ધ્વારા ઝડપથી જાહેર જનતામાં માહિતી ફેલાવા લાગી. “જિકજી”ની ક્રાંતિ મેટલ ટાઇપ ધ્વારા છાપવામાં આવેલી પ્રતો, આ ક્ષેત્રે જાણીતા જર્મનીના જહોન ગુટેનબર્ગની ૪૨ લાઇનની બાઇબલ પ્રિન્ટીંગ ના વર્ષો પહેલાં આવાજ ચલિત મેટલ પ્રકારોનો ઉપયોગ કરીને લોકોમાં ઝેન બૌધ્ધવાદની ઉપદેશ ફેલાવવા માટે, ૧૩૭૭ ના વર્ષમાં કોરીયા પ્રાંતમાં શરૂ થઇ હતી.

મુખ્ય શબ્દો - જિકજી, ચલિત ધાતુ પ્રકાર, છાપકામ, માહિતી પ્રસારણ.

છાપકામની ક્રાંતિ માનવજાતના ઇતિહાસમાં નિર્ણાયક શોધ તરીકે જાણીતી છે. સમાજને નવી વસ્તુઓ, સાહિત્ય, મનોરંજન, શિક્ષિત માનવ સંસ્કૃતિ અને સામાજીક માધ્યમોના ઘણા બધા પાસાઓ માટે તથા તેને બહોળા માનવ સમુહ સુધી પહોંચવાનો મુખ્ય સ્ત્રોત બની ગયો. કહેવાતા ગુટેનબર્ગની મેટલ ટાઇપ પ્રિન્ટીંગની શોધને લઇ વિશ્વભરમાં મોટા ફેરફારો સર્જાયા. જેનાથી ઝડપથી જાહેર જનતામાં જ્ઞાન તથા માહિતી ફેલાવા લાગી.

ચલિત ધાતુ પ્રકાર (Movable metal type) એ સામાન્ય રીતે કાગળ પર દસ્તાવેજોને ફરીથી છાપી શકાય એવી તકનીક છે. આ પ્રકારની પ્રક્રિયા પધ્ધતિ દુનિયામાં સર્વપ્રથમ ચીની મિટ્ટીના ઉપયોગ ધ્વારા ચિનના ઉત્તરીય સોંગ વંશના ગાળામાં વર્ષ ૧૦૪૦ ની આસપાસ શોધ કરવામાં આવેલ હતી. ત્યારબાદ ૧૩૭૭ માં વિશ્વનું સૌથી પ્રાચિન અસ્તિત્વ ધરાવતુ ધાતુ પ્રકાર મુદ્રણ પ્રક્રિયા ધ્વારા મુદ્રિત પુસ્તક “જિકજી” કોરીયામાં ગોરીયો વંશ દરમિયાન છાપવામાં આવ્યું હતું. આમ બંને પ્રકારની મુવેબલ ટાઇપ છાપકામ પ્રક્રિયાનો ફેલાવો અમુક અશે, પુર્વ એશિયા સુધી મર્યાદિત રહ્યો.

વર્ષ ૨૦૧૩ માં દક્ષિણ કોરીયન શહેર ચોન્ગ્જુ ની મારી મુલાકાત દરમિયાન, મને “જિકજી” નામક શહેરના સ્થાનિક મ્યુઝિયમની મુલાકાત લેવાની તક મળી. મારા માટે આ એક આશ્ચર્યની ક્ષણ હતી, તે જોતાં અવશ્ય એક ધક્કો લાગ્યો કેમ કે વર્ષોથી જે શોધ અમને જહોન ગુટેનબર્ગની યાદ અપાવતી હતી, જેનાથી વર્ષો પહેલા અહિં ચલિત ધાતુ પ્રકારોના ઉપયોગ ધ્વારા છાપકામ શરૂ કરાયેલ હતું. જહોન ગુટેનબર્ગને તેલ આધારીત શાહીના ઉપયોગ ધ્વારા છાપકાર્ય માટે પણ યાદ કરવામાં આવે છે, જે આ અગાઉના ઉપયોગમાં લેવાતા પાણી આધારિત શાહી કરતાં વધુ ટકાઉ હતી.

ચલિત ધાતુ પ્રકારો સાથે છાપકામ દક્ષિણ કોરીયા દેશમાં ઘણું પહેલાં શરૂ થયુ હતું, જ્યાં બૌધ્ધ સાધુઓએ ભગવાન બુધ્ધના આત્માની ઓળખ પર સિધ્ધાંત અંગેની અધ્ધયન આવૃતિ પ્રકાશિત કરી હતી, જેને “જિકજી” નામે વ્યાપક રુપે ઓળખવામાં આવે છે. કોરીયન બૌધ્ધ દસ્તાવેજનું સંક્ષિપ્ત શિર્ષક, ૧૩૭૭ માં ગોરીયો રાજવંશ દરમિયાન મુદ્રિત “જિકજી” ની આવૃત્તિ વર્ષ ૧૪૫૨ ના છપાયેલ ગુટેનબર્ગની ૪૨-લાઇન બાઇબલ કરતાં ૭૮ વર્ષ પહેલાં છપાયેલ વિશ્વનું સૌથી જુનું અસ્તિત્વ ધરાવતું પુસ્તક છે.

“જિકજી” એ આધુનિક કોરિયા માટે ગૌરવનું એક મોટું સ્ત્રોત છે, જે તેને વિશ્વની તેમની અસંખ્ય વારસાઓમાંના એક તરીકે સિધ્ધ છે, જે પુરાવા પણ આપે છે કે કોરિયા એક સંશોધન અને પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે વિશ્વના અન્ય રાષ્ટ્રો કરતાં વધુ પ્રગતિશીલ રાષ્ટ્ર હતું, જે એક હજાર વર્ષથી છાપકાર્ય તથા માહિતી પ્રસારણ માધ્યમ ક્ષેત્રે સાંસ્કૃતિક પરિવર્તનનું નેતૃત્વ કરે છે. જે આજના મલ્ટીમીડિયા નામે જાણીતા માહિતી પ્રસારણ તકનીકના નવા યુગમાં પણ ખૂબ જ અગ્રેસર જોવા મળી રહ્યું છે. કોરિયાએ વિશ્વમાં સૌથી ઝડપી માહિતી નેટવર્ક પ્રસારણ ની સ્થાપના કરી છે, તથા ઉચ્ચ તકનીકી ઉઘોગમાં અગ્રણી છે, ખાસ કરીને ઇન્ટરનેટ સર્વિસ અને સેમી-કંડક્ટર મેમરીના ક્ષેત્રમાં અગ્રેસર છે. વૈશ્વિક આઇટી પાવરહાઉસ તરીકે કોરીયાની શક્તિ ગોરીયો રાજવશંથી ઉદ્ભવી જેણે વિશ્વની પ્રથમ ધાતુ પ્રકાર આધારીત છાપકાર્યની શોધ કરીને પ્રથમ માહિતી ક્રાંતિનું નિર્માણ કર્યુ.

જોકે ૪૫૦ વર્ષથી આ રહસ્યને કોઇ હલ કરી શક્યુ નહી, જે અંગે પ્રથમ સંકેત વર્ષ ૧૯૦૦ માં મળી આવ્યું, જ્યારે કોલીન ડી. પ્લાન્સી (૧૮૫૩-૧૯૨૨) ફેન્ચ રાજદુત, કોરીયાએ, પ્રાચિન કોરિયન પુસ્તકોને એકત્રિત કર્યા હતા, તેમના જુના પુસ્તકો ફ્રાંસમાં એક આંતર રાષ્ટ્રીય પ્રદર્શનમાં પ્રદશિત થયા, જ્યારે આખરે વિશ્વ ધ્વારા “જિકજી” ની શોધ થઇ, આ એક ઔતિહાસિક ક્ષણ હતી, અહિ ”જિકજી” ને વિષ્વની સૌથી પ્રાચીન અસ્તિત્વ ધરાવતા પુસ્તક તરીકે ઓળખવામાં આવ્યું.

“જિકજી” નો મોટો ભાગ હવે જર્જરીત અવસ્થામાં છે, અને આજે ફક્ત છેલ્લો ગ્રંથ જ બચી શક્યો છે, જે ફ્રાંસની નેશનલ લાઇબ્રેરીના મેન્યુસ્ક્રિપ્ટ ઓરિએન્ટેક્સ ડીવીઝનમાં રાખવામાં આવેલ છે. “જિકજી” બે ભાગમાં વહેચાયેલું છે, એક હેન્ગડોક મંદિરમાંથી પ્રકાશિત થયેલ મેટલ-પ્રિન્ટની આવૃતિને ફાન્સની નેશનલ લાઇબ્રેરીના મેન્યુસ્ક્રિપ્ટ ડિવિઝનમાં રાખવામાં આવેલ છે, જેના છેલ્લા સંસ્કરણનું પ્રથમ પૃષ્ઠ જે ફાટેલી અવસ્થામાં છે, તથા બીજુ સંસ્કરણ લાકડામાં કોતરણી ધ્વારા છપાયેલ છે, જે ચાવિમ્સા મંદિરમાં પુરા બે ગ્રંથોમાં ઉપલબ્ધ છે. એવુ લાગે છે કે હેન્ગડોક મંદિરના સાધુઓ છાપકાર્ય અંગે બીન અનુભવી હતા, અને એટલા માટે તેઓ ધાતુ પ્રકાર પ્રક્રિયામાં મર્યાદિત સંખ્યામાં નકલો છાપવા તથા વિતરિત કરવામાં સક્ષમ રહ્યા. આ પ્રતો મલબરી કાગળમાં છપાયેલ હતી.

અત્યારે ટકેલ ઉપરોકત સંસ્કરણોનું કદ ૨૪.૬ x ૧૭.૦ સે.મી છે, અને કાગળ સફેદ રંગનાં છે, તથા “જિકજી” નું શીર્ષક મૂળ ભારતીય શાહીથી લખવામાં આવેલ છે. કવર ઉપર ફેન્ચમાં એક નોંધ પણ છે, મોરિસ કયુરંટ ધ્વારા લખાયેલી આ નોંધ મુજબ આ પ્રતો સૌથી પ્રાચિન મુદ્રિત ગ્રંથ છે.

જુલાઇ ૧૩૭૭ માં ચોગ્જુ સ્થિત હેન્ગડોક મંદિરમાં ઉપરોક્ત પુસ્તક છાપવામાં આવેલ છે, એ અંગેની હકીકત તેમાં નોંધાયેલી છે. તથા ચોગ્જુ યુનિવર્સિટીએ ૧૯૮૫ માં હોન્ગડોક મંદિરની શોધ કરી ત્યારે આ અંગેની હકીકતની પુષ્ટિ કરવામાં આવી હતી.

વધુ આશ્ચ્રર્યજનક વાત એ છે કે કોરિયામાં ધાતુ પ્રકારની છાપકામનો ઇતિહાસ ગોરીયોમાં પાછો આવ્યો. મેટલ ટાઇપ પ્રિન્ટીંગનો પ્રથમ રેકોર્ડ ૧૨૦૦ ની શરૂઆતમાં મળી આવ્યો છે. જે ગુટેનબર્ગની શોધ પહેલા ૨૦૦ વર્ષથી વધુ પ્રાચીન છે. ત્યાં એવો રેકોર્ડ છે જે દર્શાવે છે કે સેગીંગ યમનના ૫૦ સંસ્કરણો ૧૨૩૪ માં આ જ માધ્યમ દ્વારા છાપવામાં આવેલ છે.

હેન્ગડોક મંદિર ૧૯૯૨ માં ફરીથી બનાવવામાં આવ્યુ, ”જિકજી - ધ અર્લી પ્રિન્ટીંગ મ્યુઝીયમ ઓફ ચોંગજુ” શરૂ કરવામાં આવ્યું, અને વર્ષ ૨૦૦૦માં “જિકજી” ને મ્યુઝીયમના કેન્દ્રિય વિષય તરીકે વણી લેવામાં આવ્યુ, તથા સપ્ટેમ્બર ૪ ૨૦૦૧ ના રોજ, “જિકજી” ને ઔપચારીક રીતે યુનેસ્કોની યાદગીરીમાં ઉમેરવામાં આવ્યું.

પ્રશ્ન એ ઉદ્ભ્વે છે કે ગુટેનબર્ગનુ સંશોધન તેનું પોતાનું હતું કે કેમ, કે તે ધાતુ પ્રકારો બનાવવા તથા બિબાઢાળ કરવાના વેપારને વેગ આપતો એક પ્રચાર માત્ર હતો, કેમ કે માહિતી બતાવે છે કે, ગુટેનબર્ગ ન તો છાપકાર્યના નિષ્ણાંત હતા, ન તો તેમણે છાપકામ ઉઘોગમાં કામ પણ કર્યુ હતું. તે એક ગોલ્ડ સ્મિથ હતો અને યુરોપમાં સ્થાવર ધાતુ વિશેની તેમણે થોડી જાણકારી હતી. ઘણા વિધ્વાનોમાં આ અંગે સામાન્ય પ્રશ્ન છે કે તેમણે કેવી રીતે ધાતુ પ્રકારોની શોધ કરી ? આમ આ મહાન શોધ વિશેનું એક રહસ્યમય રહસ્ય છે. શું યુરોપમાં “જિકજી” ટેકનોલોજીએ ગુટેનબર્ગ પ્રેસને પ્રેરણા આપી ? જોકે આને સમર્થન આપવા માટે કોઇ પુરાવા નથી. ઓકટોબર ૨૦૦૫ માં, જર્મની અને કોરિયાના છાપકાર્યના વિધ્વાનોએ એક રસપ્રદ શકયતા સૂચવી, ગોરીયોના મેટલ ટાઇપ પ્રિન્ટીંગ ટેકનોલોજીએ ચીન અને ઇરાન સહિત પૂર્વના છાપકામના ઇતિહાસને પ્રભાવિત કર્યા હતા, અને તે પછી તે પશ્ચિમમાં ફેલાયેલો હોઇ શકે છે.

જોકે વિવિધ મિશનરિઓ, વેપારીઓ અને વ્યવસાયી લોકો ધ્વારા ઘણા વર્ષો સુધી ચીનમાં કામ કર્યા પછી, યુરોપમાં પાછા ફરવા અને યુરોપમાં છાપકામ પ્રક્રિયાના વિકાસ પર પ્રભાવ પાડતા ચલણ અંગેના વિવિધ અનિયમિત અહેવાલોને યુરોપ લાવવામાં આવ્યા હતા. આ મધ્યયુગીન યુરોપિયન અહેવાલમાંથી કેટલાક હજુ પણ વેટીકન અને ઓક્સફોર્ડ યુનિવસિર્ટીના પુસ્તકાલયમાં સચવાયેલા છે. લગભગ ૧૪૫૦ માં ગુટેનબર્ગે બીબાઢાળ ધાતુના અક્ષરો આધારીત નવીનતા સાથે યુરોપમાં એક પ્રિન્ટીંગ મશીન રજૂ કર્યુ હતું, જે યુરોપીયન ભાષાઓ માટે જરૂરી નાના મૂળાક્ષરો દ્વારા છાપકામ એક અગત્યનું પરીબળ હતું. ગુટેનબર્ગ શીશું, પતરા અને અન્ય મિશ્રધાતુમાંથી તેના પ્રકારના આકારો બનાવનારા પ્રથમ હતા અને આ સામગ્રી ૫૫૦ વર્ષ માટે વિશ્વમાં પ્રમાણભૂત રહી હતી.

સિલ્ક રોડના ઉત્તરી માર્ગ ધ્વારા યુરોપ સૂધી આ ટેકનોલોજી પહોંચવાની એક વધુ શકયતા તે તૈમુર સામ્રાજ્યની રાજધાની સમર્કંદ સુધી પહોંચવી શક્ય છે, અને ત્યાર બાદ પશ્ચિમમાં ફેલાયેલી હોઇ શકે. યુ.એસ.એ ના ભૂતપૂર્વ વાઇસ પ્રેસીડેન્ટ અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અલ ગોરે દ્વારા, સ્વિસ મ્યુઝિયમ ઓફ પેપર, લેખન અને છાપકામ અંગે એક રસપ્રદ રેકોર્ડ મેળવ્યો, જે સૂચવે છે કે રોમન પોપ પ્રતિનિધિમંડળના ગોરીયા મુલાકાત બાદ યુરોપમાં પ્રિન્ટિંગ ટેકનોલોજી વિકાસ પામી.

ગુટેનબર્ગ બાઇબલનું મહત્વ પશ્ચિમિ સંસ્કૃતિમાં ક્રાંતિકારી તથા ચાવીરૂપ બન્યું. તે સામાજીક અવરોધોને તોડવામાં અને ચર્ચમાં ભ્રષ્ટાચારને રોકવામાં મદદરૂપ બન્યું, જે યુરોપમાં મુખ્ય ઉથલ પાથલ તરફ દોરી ગયું. “જિકજી” એક અગ્રણી છાપકાર્ય તરીકે ઐતિહાસિક રીતે નોંઘપાત્ર છે અને તે પણ એક વિચાર ધારાને સમાજમાં પહોંચાડવા માટે અપનાવવામાં આવી હતી, જે મુખ્યત્વે ઝેન બૌધ્ધવાદના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

નિષ્કર્ષ -

અહીં એ જાણવું અને સમજવું ખૂબ જ મહત્વનું છે કે એક મહત્વપૂર્ણ ક્રાંતિકારી શોધ પાછળનો વાસ્તવિક ઇતિહાસ જે સપાટી અને સાંસ્કૃતિક ભાગરૂપે રહેલો છે, જે માનવ જાતમાં લોકપ્રિય થઇ શક્યો નહીં. જેનો ઉદેશ્ય મુખ્યત્વે સાંસ્કૃતિક વિકાસ ને લઇને રહ્યો હોવો જોઇએ, આ ઉપરાંત યોગ્ય સમય પર દસ્તાવેજી કરણની અછતને કારણે તેનું ઐતિહાસિક મહત્વ, જે બૌધ સાધુઓ ધ્વારા બૌધ્ધ ધર્મના શિક્ષણ તરફના તેમના અંતિમ ધ્યેયને જોઇ ચોક્ક્સ અભિગમને અનુભવી શક્યા નહીં, તથા ભવિષ્યની લોકપ્રિયતા અને તકનીકી ફેલાવવાની અભિગમના પાસાને ગૌણ ગણી. જે યુરોપિયન દેશોમાં તેમના નામ પર નિશ્ચિત અભિગમ સાથે આવા સંશોધનોને પોતાનું નામ આપવા માટેની દિશા તથા ભવિષ્યની લોકપ્રિયતાના આધાર હેઠળ ખૂબ જ ચિવટપુર્વક, ચોક્ક્સ અભિગમ અપનાવી, જે આવાં અનેક સંશોધનો વિષે કારણ્રરૂપે હોઇ શકે.

સંદર્ભ સૂચિ :::

  1. હાઇ મુન્વા હોંગલોન, કોરિયાની હેન્ડબુક હોલીમ ઇન્ટરનેશનલ કોર્પોરેશન, ૨૦૦૪
  2. કાયોન્ગ્ન, જોન્હ જોર્ગેન્સન અને યુ.સુ.ઓ જિકજી: ધ એસેન્શિયલ પેસેજ ડાયરેકટલી પોઇન્ટિગ ધ એસેન્સ ઓફ ધ માઇન્ડ, ચોન્ગ્જુ, દક્ષિણ કોરિયા ૨૦૦૬.
  3. વિશ્વની મેમરી, યુનેસ્કો.ઓઆરજી. નવેમ્બર ૨૦૦૯.
  4. ચોન્ગ્જુ મ્યુઝિયમ લીટરેચર.

સુનિલ દરજી, સહાયક અધ્યાપક, ગ્રાફીક આર્ટ વિભાગ, ફેક્લ્ટી ઓફ ફાઇન આર્ટસ, ધ એમ.એસ.યુનિવર્સીટી ઓફ બરોડા, વડોદરા-૩૯૦૦૦૨ ઈમેલ- sunildarji@gmail.com ફોન.- ૯૮૯૮૦૬૫૯૯૨