વાસંતી વાયરો આયો


વાસંતી વાયરો આયો

ફુલોની મઘમઘતી ફોરમ લાયો ..

વાસંતી વાયરો આયો  …..૧

ડાળે –ડાળે – પાંદે પાંદે

ક્લ ક્લ કરતો એનો ટહુકો સંભળાયો

આજ રે હૈયામાં ઉમંગ જગાયો

વાસંતી વાયરો આયો  …..૨

કેસુડે –કેસુડે

મધુર સ્મિત વેરતો લહેરાયો

આજ મધુરા ગીતે ગવાયો

વાસંતી વાયરો આયો  …..૩

 

મધુરો મનગમતો

ફાગણીયો રે આયો

આજ ખુશીયોથી હર્ષોલ્લાસ છવાયો

વાસંતી વાયરો આયો  …..૪


પતંગિયું

રૂમઝુમ રૂમઝુમ

કરતું એક પતંગિયુ આયુ

રૂમઝુમ રૂમઝુમ કરતું એક પતંગિયુ આયુ …૧

મસ્ત મજાની રંગબેરંગી પાંખોમાં

ગીત મજાનું ગાતું ગાતું

રંગબેરંગી ફુલ પર છાયું

રૂમઝુમ રૂમઝુમ કરતું એક પતંગિયુ આયુ …૨

ફુલ જોડે કેવો રે મજાનો નાતો

પતંગિયાને જાણે આજ હરખ ના સમાતો

ફુલ તો મનમાંહી મલક મલક મલકાયું

રૂમઝુમ રૂમઝુમ કરતું એક પતંગિયુ આયુ …૩

એક બીજાને જાણે કહેતા

પ્રેમની રે વાતું , પેલા ભમરાને ના  સહેવાતું

પતંગિયુ તો ફુલના પ્રેમને જોઈ હરખાયું

રૂમઝુમ રૂમઝુમ કરતું એક પતંગિયુ આયુ …૪

“ જાન “, જાદવ નરેશ, મલેકપુર – વડ, મો. ૯૯૨૪૬૧૦૧૨૪