'મારા દશ હજાર હાઇકુ' ઉર્ફે હાઇકુનો સાગર


‘ હાઇકુ ‘ મૂળે જાપાન નો કાવ્‍ય પ્રકાર. બંઘારણ નો સત્‍તર અક્ષરનું, ૫ણ ઘણું Compact  એવું આ કાવ્‍યરૂપે અર્થના ઊંડાણને ઝંખે. સર્જકતાની કસોટી કરે. વિચાર, ગાંભીર્ય, સરબતા, સહજતા, અર્થછનતા અને ચમત્‍કૃતિની અપેક્ષાને પોષતું હાઇકુ ગુજરાતી ભાષામાં તો શ્રી.સ્‍નેહરશ્‍િમ ના પ્રમાણિક પ્રયાસોથી અવતર્યુ, પોષાયું, પાંગર્યુ ને ફૂલ્‍યું. ગુજરાતીના મૂર્ઘન્‍ય કવિઓએ એને અ૫નાવ્‍યુ. અલબત જાપાનના ‘ બશો ‘ કવિ જેવું મોટું કોઇ નામ હાઇકુ ક્ષેત્રે ગુજરાતીમાં નથી પાકયું, છતાં અભ્‍યાસ કરવો ૫ડે એવો પ્રયાસ તો હાઇકુ ક્ષેત્રે કવિઓએ કર્યો છે જ.

અત્રે મૂળ પાટણના શિક્ષક, ઇતિહાસવિદ્, કવિ, વકીલ, સંશોઘક, સમાજસેવક એવા શ્રી. મુકુન્‍દભાઇ બ્રહમક્ષત્રિય રચિતે- સંકલિત ‘ મારાં દશ હજાર હાઇકું ‘ વિશે વાત કરીએ. મુકુન્‍દભાઇના હાઇકુમાં વિષય વૈવિઘ્‍ય સાથે હાઇકુનું બાહય બંઘારણ ચુસ્‍ત રીતે જોવા મળે. નગર, દામ્‍પત્‍યજીવન, પ્રેમ, માનવતા, કર્મ, ઘર્મ, આઘ્‍યાત્‍મ, રોમાન્‍સ, પ્રકૃતિ, ઘર્મગ્રંથો, ચિંતન, એકલતા, અજંપો, વિષાદ, આનંદ, ચિંતા, એષ્‍ા, ગ્‍લાનિ વગેરે જેવ કંઇક વિષયો અને ભાવો એમના હાઇકુમાં વર્ણવાયાં છે. કવિની જીવન પ્રત્‍યેની નિષ્‍ઠા-નિસ્‍બત ની સાથે નિજાનંદ અને આઘ્‍યાત્‍મનો આંતર્ભવ ૫ણ ભળે છે.

સંખ્‍યા દશ હજાર હાઇકુની, ૫ણ કવિ તો કહે છે :

‘ સ્‍વાન્‍ત : સુખાય,
લખ્‍યાં હાઇકુ, બની.,
નિમિત્‍ત માત્રા ! ‘

અહીં નમ્રતા છે. કવિ કહે છે, ‘ હાઇકુ મારાં જીવનનો જાણે ૫ર્યાય છે.’ ઇતિહાસ, પાટણ નગર, પાટણના કવિઓ, શિલાલેખો, નાટકો, પ્રબંઘો, સંસ્‍કૃતિ, તત્‍વદર્શન, મંદિરો વગેરે જેવા અનેક વિષયો ૫ર એમણે ૬૦  જેટલાં ગ્રંથો રચ્‍યાં છે. ૫ણ કલમ તો અવિરત ‘ હાઈકુ ‘ સ્‍વરૂપેને વફાદાર રહી છે. કવિના કાઇકુ વાંચતા કવિની જીવન પ્રત્‍યેની શ્રદ્ઘા, આશા અને જીવન પ્રત્‍યેનો હકારાત્‍મક અભિગમ નજરે ૫ડે છે. અહીં ઘર્મના ભેદ ભૂલાય છે તો જીવ માત્ર પ્રત્‍યેની સમસંવેદન વૃત્‍તિ અને પ્રકૃતિ પ્રત્‍યેનુ સંમોહન અહીં આબાદ ઝીલાયું છે.

પ્રકૃતિ વિષયક હાઇકુ માણીએ :

વિશ્વ સૌદર્ય,                                              માણે વસંત,                                               ઝળહળતા,
પંખી, ફૂલ, ઝરણાં.,                                   પંખી, ખમી હોય જો,                                 તારલા વઘાવતા.,

એ જ ઐશ્વર્ય !                                           પાનખર ને !                                               ચંદ્ર ૫ઘાર્યો !

પ્રેમ વિષયક હાઇકુ માણીએ :

ખીલી વસંત                                             સરળ ભાવે,                                              આંખો મળતી,

તમારા આગમને,                                     નિર્મળ હદયમાં.,                                       પ્રેમની કરુણતા,

પ્રેમનાં ૫ર્ણ !                                            મળતો પ્રેમ !                                             રસના ચૂ૫ !

દામ્‍પત્‍ય જીવનને લગતાં હાઇકુ :

આ મારી વહુ                                                           બેસુરા સ્‍વર,

એ રાંઘે ને હું ખાઉં.,                                                 લાગતા મીઠા, ગાય.,

વહુ તો વ્‍હાલી !                                                       ગૃહિણી ઘરે !

આઘ્‍યાત્‍મને લગતાં હાઇકુ ખરેખર સુંદર થયા છે :

મોટા ભયથી,                                                         છે દિવ્‍યગ્રંથ,

બચાવે આચરણ.,                                                  સર્વ ઘર્મોનો સાર.,

ગીતા ઘર્મનું !                                                         ગીતામાં મળે !

 

ઉદાહરણ ઘણાં ટાંકી શકાય, દશ હજારમાંથી …………. ૫ણ સંખ્‍યા નહીં ગુણવત્‍તા મહત્‍વની છે ! ઘણાં હાઇકુ સુંદર – સમર્થ થયા છે ૫ણ બઘાં નહી : નહીં તો શ્રી. મુકુન્‍દભાઇ ગુજરાતીમાં જેમ જાપાનીમાં બાશો હાઇકુનો ૫ર્યાય તેમ હાઇકુના ૫ર્યાય બનત ! ! !

હાઇકુ સંગ્રહ સંકલન સમયે સારાસારનો વિવેક કરી મહાકાવ્‍યનો ગ્રંથ બને તેવી લાલચ ટાળી, સારા હાઇકુ ૫સંદ કરી ‘ હાઇકુ’ ની જેમ સંક્ષિપ્‍ત ૫ણ અર્થગહન, કાવ્‍યત્‍વ સભર સંગ્રહ કરી શકાયો હોત.

કવિતા પ્રાસંગિક કે તર્કસભર કે જોડકણાં જેવી ન બની રહેવી જોઇએ. કવિતામાં ‘સ્‍પાર્ક’ અને ઊંડી સંવેદના જરૂરી છે જ ! હાઇકુ હરતાં-ફરતાં સૂઝી શકે, રચી ૫ણ શકાય સરળતાથી કારણ કે પાંચ-સાત-પાંચની ગૂંથણી જ ! ૫ણ એટલે જ આ પાંચ-સાત-પાંચ અક્ષરો- શબ્‍દો ગોઠવ્‍યા ને હાઇકુ થઇ ગયું એમ ન માની લેવાય. સંગ્રહમાં ઘણાં ઉદાહરણો માત્ર શબ્‍દોની રમતને ગોઠવણી જ બન્‍યાં છે !

સારમાં સાર., કવિતા લાઘવ યુકત હોય છતાં વિરાટ-વિશાળ ને સ્‍૫ર્શે છે, ઝંખે છે.! સુંદરમને જ યાદ કરી એ, પ્રણય કવિતા, એક જ પંકિતની છતાં કેવી અજબ !

‘ તને મેં ઝંખી છે યુગોથી ઘીખેલા પ્રખર સહરાની તરસથી.’

ખેર, પ્રયત્‍ન મહત્‍વનો છે. હજુ આમાથી સ-રસ હાઇકુ સંયમપૂર્વક સારવીને એનો અલગ હાઇકુ સંગ્રહ કરી ગુર્જર-ગિરાને સમર્પી શકાય.

પ્રા. દક્ષા દિનેશ ભાવસાર