તખ્તેશ્વર મંદિર
કો’ ગૌરવાન્વિત હૃદય શું
ઊંભું છે તખ્તેશ્વર મંદિર.
જુવાન ટેકરી પર ને શહેર મધ્યે.
જાણે કો’ પરિણીતાના માથેની બિંદી :
નમણીય , સંપૂર્ણ. અને મોહક !
કોઈ બી એના પગથીયા ચઢે ત્યારે
પારેવાના પીંછાનો સ્પર્શ પામે,
પણ એનું આરસી પ્રાંગણ
મા જેવું સાંત્વન આપે.
બધુ જ –
તંગ હૃદય હો કે મન,
થાકેલા ચરણ કે કંપિત કર,
કોઈ ડર, કોઈ ટીકા,
શંકા, દ્વિધા, મુશ્કેલી કે પીડા
બધું જ શાંત પામે ;
જયારે તમે ચડો પગથીયા
ને સમ્મુખ્તમારી પ્રગટ થાય
ભગવાન તખ્તેશ્વર મહાદેવ !